Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ડેટા ચોરી મામલે સીબીઆઈએ ફેસબુક,કેમ્બ્રિજ એનાલિટિકા અને ગ્લોબલ સાઇન્સ રિસર્ચને લખ્યો પત્ર :એકત્ર કરાયેલ ડેટાની જાણકારી માંગી

નવી દિલ્હી :સીબીઆઈએ વ્યક્તિગત ડેટા ચોરીના મામલામાં સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક,કેમ્બ્રિજ ઍનલિટિકા અને ગોલબલ સાઇન્સ રિસર્ચને પત્ર લખ્યો છે કંપનીઓને મોકલેલ પત્રમાં સીબીઆઈએ તેઓ દ્વારા એકત્ર કરાયેલ ડેટાની જાણકારી માંગી છે

સીબીઆઈ દ્વારા કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ કેમ્બ્રિજ એનાલિટિકા અને ગ્લોબલ સાઇન્સ રિસર્ચ વિરુદ્ધ ગયા મહિને ડેટા ચોરી મામલે તપાસ શરૂ કરી હતી સીબીઆઈએ બે મહિના પહેલા પરભિક તપાસ શરુ કરી હતી હવે પત્ર તપાસનું આગળનું પગલું છે

  અત્રે ઉલ્લેખનીય છે કે ફેસબુક ગેરકાનૂની રીતે ભારતીયોના ખાનગી ડેટા હાંસલ કરવાના મામલામાં ટિપ્સ કરી રહી છે આરોપ લગાવાયો છે કે કેમ્બ્રિજ એનાલિટિકા ગ્લોબલ સાઇન્સ રિસર્ચ પાસેથી ડેટા હાંસલ કર્યા હતા

(12:26 am IST)