Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકના વિલયને સરકારની મંજૂરી

આ ત્રણેય બેંકોના વિલય બાદ બનેલી બેંક દેશની ત્રીજી સૌથી મોટી બેંક હશે

 

નવી દિલ્હી : બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકના વિલયની જાહેરાત થઇ ચુકી છે. કેન્દ્ર સરકારે બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકના વિલય પર મંજૂરીની મહોર મારી દીધી છે. સરકારનાં નિર્ણયની સાથે એસબીઆઇની સહયોગી બેંકોના વિલય બાદ બેંકિંગ ક્ષેત્રનું બીજુ સૌથી મોટુ વિલય ગણાશે. નિર્ણયની માહિતી આપતા નાણા સચિવ રાજીવ કુમારે કહ્યું કે, અને દેના બેંક, વિજયા બેંક અને બેંક ઓફ બરોડાના વિલયનો નિર્ણય લીધો છે. ત્રણેય બેંકોના વિલય બાદ બનેલી બેંક દેશની ત્રીજી સૌથી મોટી બેંક હશે

નિર્ણય અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા નાણામંત્રી અરૂણ જેટલીએ મીડિયાને કહ્યું કે, સરકારે બજેટમાં જાહેરાત કરી હતી કે બેંકોનાં એકીકરણ કરવામાં આવશે. અમારો એજન્ડા હતો. દિશમાં પહેલા ઘણા પગલા લેવાઇ ચુક્યા છે.

વિલયથી બેંકોના કર્મચારીઓ પર શું અસર પડશે તે અંગે જેટલીએ કહ્યું કે, સરકાર દ્વારા વિલયની જાહેરાતને ધ્યાને રાખી ત્રણેય બેંકોના કર્મચારીઓને પોતાના કેરિયર મુદ્દે ચિંતિત થવાની જરૂર નથી. કોઇ પણ કર્મચારએ ગભરાવાની જરૂર નથી. જે તેમના માટે પ્રતિકુળ હોય તેવી કોઇ અસર નહી થાય.

  નાણામંત્રીએ કહ્યું કે, તમામ કર્મચારીઓનાં હિતોનું રક્ષણ કરવામાં આવશે. ત્રણેય બેંકોના વિલયથી ભારતની ત્રીજી સૌથી મોટી બેંક બનશે. જે વૈશ્વિક સ્તરની હશે. જેટલીએ કહ્યું કે, ત્રણેય બેંકોના વિલયથી તેમની સંચાલન ક્ષમતામાં વધારો થશે

રાજીવ કુમારે જણાવ્યું કે, ત્રણેય બેંકોના નિર્દેશક મંડળ વિલય પ્રસ્તાવ અંગે મંત્રણા કરશે. તેમણે કહ્યું કે, બેંકિંગ ક્ષેત્રમાં સુધારાની જરૂર છે અને સરકાર બેંકોની મુડીની જરૂરિયાતોને નજરમાં રાખી રહી છે. તેમણે કહ્યું કે, બેંકોનાં વિદેશમાં સંચાલનની યુક્તિ સંગત બનાવવા માટેનું કામ ચાલી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે, સરકાર એવા પગલા ઉઠાવવા માટે ગંભીર છે જેથી ભવિષ્યમાં એનપીએનાં ભાષણની પેદા સમસ્યા થાય.

 

(12:22 am IST)