Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

બાળકો સાથે જન્મદિવસની મોદીએ ભવ્ય ઉજવણી કરી

મોદી પોતાના મતવિસ્તાર વારાણસીમાં પહોંચ્યાઃ આજે ઉત્તરપ્રદેશમાં ૫૩૪ કરોડની યોજનાના શિલાન્યાસ અને લોકાર્પણ કાર્યક્રમ : જનસભાને પણ સંબોધન કરશે

વારાણસી, તા. ૧૭: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જન્મદિવસની ઉજવણી પોતાના મત વિસ્તાર વારાણસીમાં કરી હતી. મોદીએ વારાણસીમાં અનેક વિકાસ કામોની ભેંટ પણ આપી હતી. મોદીના જન્મદિવસે એકબાજુ સમર્થકો અને રાજકીય પક્ષોના નેતાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે મોદી ઉત્તરપ્રદેશમાં તેમના મતવિસ્તાર વારાણસી પહોંચ્યા હતા. વારાણસીમાં પહોંચેલા મોદીએ સ્કુલી બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. આજે મોદીના ૬૮મં જન્મદિવસે મોદી જુદા જુદા કાર્યક્રમોમાં સામેલ થયા હતા. ભાજપના કાર્યકરોએ પહેલાથી જ તૈયારી કરી હતી. પાંચ વાગે વારાણસીના બાબતપુર એરપોર્ટ પહોંચ્યા હતા. ત્યારબાદ જુદા જુદા કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યા હતા.

વહીવટી અધિકારીઓ સાથે પણ મોદીએ બેઠક યોજી હતી. પ્રવાસી ભારતીય સંમેલનમાં પણ જોડાયા હતા. વારણસીને ૫૦૦ કરોડ રૂપિયાની યોજનાઓની ભેંટ તેઓ આપી રહયા છે. આ પહેલા ૫૩૪ કરોડ રૂપિયાની યોજનાઓની આધારશીલા મુકશે અથવા તો લોકાર્પણ કરશે. મોદી પ્રથમ વખત તેમના જન્મદિવસની ઉજવણી વારાણસીમાં કરવા પહોંચ્યા હતા. આવતીકાલે બીજા દિવસે પણ તેઓ વિવિધ કાર્યક્રમમાં રહેશે. આવતીકાલે ૧૮મીએ બીએચયુના મેદાનમાં જનસભાને સંબોધન કરશે જેમાં વિકાસ યોજનાઓની તથા સરકારની સિદ્ધિઓની વાત કરશે. બાળકોની વચ્ચે મોદીએ જન્મદિવસની ઉજવણી કરી હતી. ગંગાઘાટ ઉપર સવારથી જ ઉજવણી શરૂ થઇ હતી. શહેરના લહુરાબીર આઝાદ પાર્કમાં ભાજપના કાર્યકરોએ ૬૮ કિલો લાડૂની કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. અષ્ટભુજી મંદિરમાં ૬૮ નારિયેળ ફોડીને પ્રસાદ તરીકે ભક્તોમાં વિતરિત કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

(10:20 pm IST)