Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

માત્ર ૫૦૦ રૃપિયામાં કરો હવાઇ સફર

ફલાઇટમાં ટ્રાવેલ કરવું હવે ટ્રેનથી પણ વધારે સસ્તુ થઇ ગયું છે.

મુંબઇ, તા.૧૭:ફલાઈટમાં ટ્રાવેલ કરવું હવે ટ્રેનથી પણ વધારે સસ્તું થઈ ગયું છે. આજથી તમે માત્ર ૫૦૦ રૃપિયામાં હવાઈ મુસાફરી કરવા માટે ટિકિટ બુક કરાવી શકો છો. એરલાઈન્સ ઈન્ડસ્ટ્રીમાં આ અત્યાર સુધીની સૌથી સસ્તી હવાઈ ટિકિટ છે. એર એશિયાએ રવિવારે આ ઓફરની જાહેરાત કરીને જણાવ્યું હતું કે સોમવારથી એટલે કે આજથી આ ઓફર શરૃ થઈ છે.

રિપોર્ટ પ્રમાણે, ૫૦૦ રૃપિયામાં તમે દેશના ૨૧ સ્થળોએ એર એશિયા એરલાઈન દ્વારા જઈ શકો છો. એરલાઈન અમૃતસર, બાગડોગરા, બેંગલુરુ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, ઈમ્ફાલ, ઈન્દોર, જયપુર, કોલકત્ત્।ા, કોચી, નાગપુર, નવી દિલ્હી, પણજી, પૂણે, રાંચી, શ્રીનગર, સુરત અને વિશાખાપટ્ટનમ જવા માટે આ ઓફર આપી રહી છે.

એરલાઈને કહ્યું કે, પેસેન્જર વન-વે ટ્રાવેલ માટે ટિકિટ બુક કરાવી શકે છે. ઓછામાં ઓછા ૫૦૦ રૃપિયામાં પેસેન્જર ટિકિટ બુક કરાવી શકે છે. આ સિવાય પેસેન્જર ૧,૦૦૦ અને ૧,૫૦૦ રૃપિયામાં પણ ટિકિટ બુક કરાવી શકે છે. આ ઓફર બધી જ ફ્લાઈટ્સ પર લાગુ કરવામાં આવી છે. આ ઓફર અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરથી ૨૩ સપ્ટેમ્બર વચ્ચે ટિકિટ બુક કરાવી શકો છે. આ દરમિયાન બુક કરાયેલી ટિકિટથી ૧૭ સપ્ટેમ્બરથી ૩૦ નવેમ્બર ૨૦૧૯ સુધી મુસાફરી કરી શકશો.

એર એશિયાના માર્કેટિંગ હેડ રાજકુમાર પ્રનાથમને કહ્યું કે, પ્રમોશન ઓફર દ્વારા અમે લોકોને હવાઈ સફર કરવાનો આનંદ આપવા માગીએ છીએ. એ પણ ઓછા ભાડામાં.

 

(5:11 pm IST)