Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ઇમરાન ખાને ભારે ધરખમ ખર્ચ પર ચલાવી ચાબુક :પીએમ હાઉસના ૧૦૨ કારોની આજે થશે હરાજી

પીએમ હાઉસ બનશે હવે કોલેજ

ઇસ્લામાબાદ તા. ૧૭ :પાકિસ્તાનના નવા વઝીરે આઝમ ઇમરામ ખાન ત્યાંના રાજકારણમાં નવી લાઇન દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પહેલાં તેમણે જાહેરાત કરી કે તે પીએમ આવાસમાં નહી રહે. તે પાકિસ્તાનમાં વીઆઇપી કલ્ચરને ખતમ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ સાથે જ તે શાહી ખર્ચાઓ પર લગામ લગાવવાનો પ્રય્ત્ન કરી રહ્યા છે. આ દિશામાં પગલું ભરતાં તેમણે જાહેરાત કરી છે કે હવે પીએમ આવાસ એક મોટી કોલેજમાં ફેરવી દેવામાં આવશે. આ ઉપરાંત પીએમ હાઉસમાં હાલ મોંઘીદાટ ગાડીઓની હરાજી કરવામાં આવશે. સોમવારે (૧૭ સપ્ટેમ્બર ૨૦૧૮)ના રોજ અહીં પીએમ હાઉસની ૧૦૨ ગાડીઓની હરાજી કરવામાં આવશે.

જે ગાડીઓની હરાજી થવા જઇ રહી છે, તેમાં હાલમાં ખરીદવમાં આવેલી ચાર મર્સિડીઝ બેંજ, ૮ બુલેટ પ્રૂફ બીમડબ્લ્યૂ, ત્રણ ૫ હજાર સીસીની એસયૂવી અને બે ૩ હજાર સીસીની એસયૂમી સામેલ છે. આ સાથે જ ૨૪ મર્સિડીઝ બેંઝ પણ હરાજી કરવામાં આવશે.

ગાડીઓની યાદી જોઇને સરળતાથી અંદાજો લગાવી શકાય છે કે પાકિસ્તાનના પીએમ હાઉસમાં કેટલી લકસરી ગાડીઓનો કાફલો છે. હરાજી થનાર ગાડીઓમાં બે ખાસ બુલેટપ્રૂફ ગાડીઓનો પણ સમાવેશ થાય છે. અન્ય હરાજી થનાર ગાડીઓમાં ૪૦ ટોયટો કાર છે. આ ઉપરાંત બે લેકસસ કાર પણ છે. પીએમ હાઉસના આ બેડામાં બે લેંડ ક્રૂઝર પણ છે. તેમણે પણ હરાજી કરવામાં આવશે.

લકસરી ગાડીઓ ઉપરાંત નાની ગાડીઓની વાત કરીએ તો તેમાં આઠ સુઝીકી કારો, ૫ મિત્સુબિશી કાર, ૯ હોંડા કાર અને બે જીપનો સમાવેશ થાય છે. જે પણ આ ગાડીઓની સૌથી ઉંચી કિંમત લગાવ્શે, તેમને તેની ચાવી સોંપવામાં આવશે. જિયો ન્યૂઝના હવાલેથી એવા પણ સમાચાર આવી રહ્યા છે કે આ કારોની હરાજી કરવામાં નહી આવે. તેનો ઉપયોગ કેબિનેટ ડિવીઝન માટે કરવામાં આવશે. ખાસકરીને પાકિસ્તાનમાં વિદેશી મહેમાનોની ખાતિરદારીમાં તેમને લગાવવામાં આવશે. પરંતુ આમ ન થયું, હવે આ કારોની હરાજી કરવામાં આવશે.

પાકિસ્તાનના વડાપ્રધાનનું નિવાસ પોસ્ટગ્રેજુએટ સંસ્થાના પરિસરમાં ફેરાવવાનું છે. તેને સાર્વજનિક ઉપયોગ માટે સત્ત્।ાવાર ભવનોની યોજનાની જાહેરાત દરમિયાન આ વાત કહી. 'જિયોન' અહેવાલ અનુસાર શિક્ષા મંત્રી શફકત મહબૂદે મીડિયાએ કહ્યું કે ગત સરકારોએ 'રાજસી' રહેણી કહેણીથી પરેશાન થઇ ચૂકી હતી. મંત્રીએ કહ્યું કે આ મહત્વપૂર્ણ છે કે સરકારી અધિકારી આ પ્રકારે રહે જેમાં જનતાના પૈસા વેડફાઇ. એટલા માટે વડાપ્રધાન ઇમરાન ખાને નિર્ણય લીધો છે કે તે વડાપ્રધાન નિવાસમાં રહેશે નહી. આ સાથે જ નિર્ણય લીધો છે કે ગવર્નર હાઉસમાં રહેશે નહી, જેથી અતિરિકત વ્યયને રોકી શકાય.

(5:04 pm IST)