Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ઉજજૈનઃ એસસી-એસટી એકટ વિરૂધ્ધ રસ્તા ઉપર ઉતર્યા હજારો લોકોઃ કરણી સેનાના દેખાવો

ભોપાલઃ મ.પ્રદેશમાં એસસી-એસટી એકટ વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન વેગ પકડી રહયું છેઃ ગઇકાલે કરણી સેનાના બેનર હેઠળ હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા અને આ એકટ વિરૂધ્ધ નારા લગાવ્યા હતાઃ દેખાવકારોએ સીએમ ચૌહાણના પોસ્ટરો પણ ફાડયા હતાઃ પોલીસને લાઠી ચાર્જ કરવો પડયોઃ દેખાવકારો આર્થિક આધારે અનામતની માંગ કરતા હતાઃ રેલીમાં ૫૦૦૦ બસ, ૫૦૦૦ કાર સહિત બાઇકસવારે ભાગ લીધોઃ કરણી સેનાનું કહેવું છે કે રેલીમાં ૩ લાખ લોકો જોડાયા હતા

(4:12 pm IST)