Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

દુનિયાના સૌથી મશહૂર 'ટાઇમ' મેગેઝિનનો રૂ. ૧૪ અબજમાં સોદો

વોશિંગ્ટન તા. ૧૭ : અમેરિકન મીડિયા કંપની મેરેડીથ કોર્પોરેશને દુનિયાના મશહૂર ટાઇમ મેગેઝિનને વેચી દીધુું છે. મેરેડીથ કોર્પોરેશને આ અંગે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે સેલ્સફોર્સના સહસંસ્થાપક માર્ક બેનોફ અને તેમનાં પત્ની આ મેગેઝિનના માલિક બનશે. મેરેડીથ કોર્પોરેશને જણાવ્યું હતું કે ટાઇમ મેગેઝિનનો સોદો ૧૯૦ મિલિયન ડોલર એટલે કે રૂ.૧૪ અબજમાં થયો છે.

આ મેગેઝિન બેનોફ દંપતીને વેચવામાં આવી રહ્યું છે. બેનોફ દંપતી કલાઉડ કમ્પ્યૂટીંગની અગ્રણી કંપની સેલ્સફોર્સના કો-ફાઉન્ડર છે. મેરેડીથ કોર્પોરેશન ટાઇમ મેગેઝિન અને ટાઇમ આઇએનસીના અન્ય પ્રકાશનોને ખરીદવાની પ્રક્રિયા આ વર્ષની શરૂઆતમાં પૂરી કરી ચૂકી હતી.

બેનોફ દંપતી ટાઇમ મેગેઝિનને અંગત સોદા તરીકે ખરીદી રહ્યાં છે. તેને સેલ્સફોર્સ સાથે કોઇ સંબંધ નથી, જેમાં બેનોફ ચેરમેન, કો-સીઇઓ અને કો-ફાઉન્ડર છે.

મેરેડીથ કોર્પોરેશને જાહેરાતમાં જણાવ્યું હતું કે બેનોફ દંપતી ટાઇમ મેગેઝિનના રોજબરોજના પત્રકારત્વ સંબંધિત કામગીરી અને નિર્ણયોમાં સામેલ થશે નહીં. આ નિર્ણયો ટાઇમ મેગેઝિનની વર્તમાન એકિઝકયુટિવ લીડરશિપ જ લેશે.

(4:12 pm IST)