Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

પુલનો શિલાન્યાસ કરીને બીજેપી સાંસદે ધોવડાવ્યા પગઃ કાર્યકર્તાએ પીધુ ગંદુ પાણી

ઝારખંડના ગોડ્ડામાં કાયકર્તાએ ચરણામૃત માનીને પાણી પીંધુ

રાચી, તા.૧૭: નેતાગીરી શું-શું કરાવે એવી એક ઘટના જોઇએ તો નેતાજીની નજરમાં સારા લાગવા માટે કાર્યકર્તાએ ચાપલુસીની દરકે હદો થાર કરી દીધી છે. ઝારખંડના ગોડ્ડામાં બીજેપી કાર્યકર્તાએ સાંસદ નિશિકાંત દુબેનાપગ ધોયા અને ત્યારબાદ ગંદાપાણીજે ચરણામૃત બનાવીને બધાની સામે પી ગયા. આશ્ચર્યની વાત એ છે. કે પગ ધોઇને પીવા અંગે બીજેપી સાંસદ અત્યંત ખુશ નજર આવ્યા અને ખુદ ટ્વીટ કરીને તેની જાણકારી આપી.

ચાપલુસીૅનો આ કાર્યક્રમ બંધ રૂમમાં નહી પરંતુ ભરી સભામાં થયો ઝારખંડમાં ગોડ્ડાના કલાલ ગામમાં મંચ પર બીજેપી સાંસદ નિશિકાંત દુબે બેઠા હતા. અને માઇક પામે બીજેપી કાર્યકર્તા પંકજ શાહ સાંસદ મહોદયે જેટલું મોટું કામ કર્યુ છે. કેટલો મોટો ઉપકાર કર્યો છે. તેના તો પગ ધોઇને પીવાનું મન કરી રહ્યું છે.

ત્યારબાદ બીજેપી કાર્યકર્તાએ પાળી તેમ જ પાણી મંગાળ્યું અને બીજેપી સાંસદ નિશિકાંત દુખેના પગ ધોવા લાગ્યા. આશ્ચર્યની વાત એ છે કે સાંસદ નિશિકાંત દુખે ગણદીત થઇ ગયા અને પગૅ આગળ કર્યા.

બીજેપી સાંસદ તેના પગને એવા ગર્વથી ધોવા લાગ્યા કે જાણે ભગવાનના પગ હોય અને સેવક ચરણ ધોઇ રહ્યા હોય.

(3:34 pm IST)