Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

મ્યુ. ફંડ રોકાણ ટુંક સમયમાં સસ્તુ થશે

રોકાણનો ખર્ચ ૧૦ થી ૨૫ ટકા ઘટશેઃ ડિસ્ટ્રીબ્યુટર્સને અપફ્રન્ટ કમીશનની ચુકવણી બંધ થાય તેવી વકી

મુંબઇ તા ૧૭ : મ્યુેચ્યુઅલ ફંડસમાં રોકાણ ટુંક સમયમાં સસ્તુ થવાની શકયતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર ફંડ હાઉસ દ્વારા રોકાણકારો પાસેથી લેવાતા ચાર્જિસ કે ફીમા સેબી મોટા પાયે ફેરફારની યોજના ધરાવે છે. તેને લીધે ઇકવિટી મ્યુ.ફંડસમાં રોકાણનો કુલ ખર્ચ સરેરાશ ૧૦-૨૫ ટકા ઘટવાની શકયતા છે. જેમાં સોૈથી વધુ ઘટાડો લાજૈ-કેપ ફંડસમાં થવાનો અંદાજ છે. સેબી મિસ-સેલિંગને અટકાવવા મ્યુ. ફંડ્સ પર ડિટ્રિબ્યુટર્સને અપફ્રન્ટ કમિશનની ચુકવણી અને વિદેશ પ્રવાસે મોકલવા પર પ્રતિબંધ મૂકી શકે. સેબીએ મ્યુ.ફંડ એડ્વાઇઝરી કમિટીની પેટા સમિતિ દ્વારા આ પ્રસ્તાવોની ચર્ચા થઇ હતી. જોકે હજુ એ સ્પષ્ટ નથી કેે સેબી લોકોના અભિપ્રાય માટે ચર્ચાપત્ર લાવશે, કે તેમનો સીધો અમલ કરશે.

સેબીની ચાલુ સપ્તાહે મળનારી બોર્ડ મીટિંગમાં ભલામણોની ચર્ચા થવાની શકયતા છે. પેટાસમિતિએ મ્યુ.ફંડ એકસસપેન્સ રેશિયોની ટોચ મર્યાદા હાલના ૨.૫ ટકાથી ,ટાડી ૨.૨૫ ટકા રાખવાની ભલામણ કરી છે. પ્રોત્સાહક આર્થિક વૃદ્ધિ અને ક્રૂડના ઊંચા ભાવને કારણે ફુગાવા અંગેની ચિંતાથી વ્યાજદર ઊંચા સ્તરે રહેવાની શકયતા છે. વિશ્લેષકોના મતે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાના કારણે RBIને વ્યાજદરમાં ઝડપી વૃદ્ધિની ફરજ પડશ HSBC  ના ચીફઇન્ડિયા ઇકોનોમિસ્ટ પ્રાંજલ ભંડારીએ જણાવ્યું હતું કે, '' ચાલુ ખાતાની ખાધમાં વૃદ્ધિ અને વિદેશી ફન્ડિંગના દબાણને કારણે ૨૦૧૮ ના ચોથા કવાર્ટરમાં રેપો રેટ ૦.૫ ટકા વધવાનો અંદાજ છે'' ઉલ્લખેનીય  છે કે, RBI ગવર્નર રિટેલ ફુગાવા (CPI) ને ૪ ટકાની આસપાસ રાખવા કટિબધ છે. થોડા સમય પહેલા જાહેર થયેલા આંકડા મુજબ ઓગસ્ટ CPI  ઘટીને ૩.૬૯ ટકા રહ્યો છે, જે રિઝર્વ બેન્કના ટાર્ગેટ કરતા નીચે છે.

(3:33 pm IST)