Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

વર્ષે બે કરોડ લોકો પકોડા બનાવશે તો ખાશે કોણ? તેજસ્વીનો ટોણો

મોદીએ યુવાનો સાથે દગો કર્યો, નોકરીનું માત્ર વચન આપ્યું પણ રોજગારી આપી નથી

નવી દિલ્હી : બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી સામયીકના કાર્યક્રમમાં ભાગ લેવા આવ્યા હતા અને તેમણે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીના મુદ્દે પોતાની રણનીતિની ચર્ચા કરી હતી. આ યુવા નેતાએ વડાપ્રધાન મોદી ઉપરાંત બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર પર પણ પ્રહાર કર્યા હતા.

મોદીને કેવી રીતે પડકારશો? એવા સવાલના જવાબમાં તેજસ્વીએ કહ્યું હતું કે મોદીને હું એકલો જ નહિં, બલકે દેશના જે જે યુવાનોને મોદીએ ઝાંસા આપ્યા છે અને નોકરી આપી નથી તે તમામ પડકારશે. મને લાગે છે કે આ સરકાર માત્ર શહેરોના નામ બદલવામાં જ વ્યસ્ત છે. બાકી લોકોની જરાય ચિંતા નથી.

(1:55 pm IST)