Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

વ્યાજદર વધતા હોમલોનના EMI વધી જશે

સ્ટેટ બેંકની પ૦ લાખની ૧૦ વર્ષની લોન પર મહિને રૂ. ૧પ૦૦૦ વધુ દેવા પડશે

નવી દિલ્હી, તા., ૧૭: વ્યાજદરમાં વૃધ્ધિ રીટેલ લોનધારકો માટે આકરી પુરવાર થવાની શકયતા છે. ચાલુ નાણાકીય વર્ષના બાકીના ભાગમાં લોનની EMI ઉંચી રહેશે. અથવા તેમાં વધુ વૃધ્ધિનો અંદાજ ચાલુ મહિને SBI, HDFC બેન્ક, ICICI  બેન્ક, BOB અને યુનિયન બેન્કે બેન્ચમાર્ક  MCLR માં ૦.૦પથી ૦.ર૦ ટકા સુધીનો વધારો કર્યો છે. HDFC બેન્ક અને  SBI એ MCLR ૦.ર ટકા વધાર્યા છે. SBI નો એક વર્ષની મુદતનો MCLR (માર્જીનલ કોસ્ટ બેઝડ લેન્ડીંગ રેટ) ૮.રપ ટકાથી વધીને ૮.૪પ ટકા થયો છે. ચાલુ વર્ષે માર્ચ મહિનામાં ૭.૯પ ટકાના નીચા સ્તરથી ૦.પ ટકા વધ્યો છે.

વ્યાજદર વધશે તો લોનધારકોએ દર મહિને લોન અને મોર્ગેજ માટે ઉંચો હપ્તો EMI ચુકવવો પડશે. જેમા કે માર્ચ મહિનાથી SBIએ વ્યાજદરમાં ૦.પ ટકા વધારો કર્યો છે. તેને લીધે હોમ લોનધારકોએ ૧૦ વર્ષની મુદતની રૂ. પ૦ લાખની લોન પર મહિને રૂ. ૧,પ૦૦ અથવા વર્ષે રૂ. ૧૮,૦૦૦ વધુ ચુકવવા પડશે. બેન્કર્સના જણાવ્યા અનુસાર અત્યારે તો વ્યાજદર ઉંચા રહેવાની ધારણા છે.

એકસીસ બેન્કના એકઝીકયુટીવ ડીરેકટર (રીટેલ બેન્કીંગ) રાજીવ આનંદે જણાવ્યું હતું કે વ્યાજદરની સાઇકલ બદલાઇ છે અને વ્યાજદરમાં ઘટાડાનો કોઇ પ્રશ્ન નથી. રીટેલ લોનધારકોના EMI માં ઉંચા રહેવાનો કે તેમાં વધુ વૃધ્ધિનો અંદાજ છે. પ્રોત્સાહક આર્થિક વૃધ્ધિ અને ક્રુડના ઉંચા ભાવને કારણે ફુગાવા અંગેની ચિંતાથી વ્યાજદર  ઉંચા સ્તરે રહેવાની શકયતા છે. વિશ્લેષકોના મતે રૂપીયાના મુલ્યમાં ઘટાડાને કારણે RBI ને વ્યાજદરમાં ઝડપી વૃધ્ધીની ફરજ પડશે. HSBCના ચીફ ઇન્ડીયા ઇકોનોમીસ્ટ કાજલ ભંડારીએ જણાવ્યંુ હતું કે ચાલુ ખાતાની ખાધમાં વૃધ્ધિ અને વિદેશી ફન્ડીંગના દબાણને કારણે ર૦૧૮ના ચોથા કવાર્ટરમાં રેપોરેટ ૦.પ ટકા વધવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે RBI ગર્વનર રિેટેલ ફુગાવા CPI  ને ૪ ટકાની આસપાસ રાખવા કટીબધ્ધ છે. થોડા સમય પહેલા જાહેર થયેલા આંકડા મુજબ ઓગષ્ટમાં CPI ઘટીને ૩.૬૯ ટકા રહયો છે. જે રિઝર્વ બેન્કના ટાર્ગેટ કરતા નીચે છે.

(1:55 pm IST)