Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ભાજપ બેશરમ અને ઘમંડી : મમતા બેફામ બન્યા

ઉગ્ર હિન્દુવાદને જન્મ આપ્યો, નિર્દોષોની હત્યા : તમામ મોરચે નિષ્ફળ : ર૦૧૯માં ભૂંડો પરાજય નિશ્ચિત : ગઇ ચૂંટણીમાં ભાજપને માત્ર ૩૧ ટકા મત મળે અને ર૮૩ બેઠકો લઇ ગયેલ, આ વર્ષે પ્રજા જાગી ગઇ છે : પ્રાદેશિક પક્ષો તરફ લોકો વળશે : સામૂહિક નેતૃત્વની વાત છેડી

કોલકતા, તા. ૧૭ : કેન્દ્રની ભાજપની સરકાર પર 'બેશરમ અને ઘમંડી' હોવાનો અંગે કરીને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું હતું હાલની સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઇ છે અને એટલા માટે ર૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં તેની હાર નક્કી જ છે. એક બંગાળી ટીવી ચેનલના કાર્યક્રમમાં બોલતા તેમા દાવો કર્યો હતો કે ભાજપે ઉગ્ર હિન્દુવાદને જન્મ આપ્યો જેણે અને નિર્દોષ લોકોની હત્યા કરી હતી.

'યાદ રાખો કે ગઇ ચૂંટણીમાં ભાજપને માત્ર ૩૧ ટકા મત મળ્યા હતાં અને ર૮૩ બેઠકો મળી હતી. પણ વખાતે તેમને આટલી બેઠકો નહીં મળે. ભાજપની સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઇ છે. આ એટલા માટે જ વર્ષ ર૦૧૯ લોકસભાની ચૂંટણીમાં તે ટકી શકે નહીં.' એમ તેમણે કહ્યું હતું . અમે દેશને સંગઠીત જોવા ઇચ્છીએ છીએ જયારે ભાજપવાળા દેશને તોડવાનો પ્રયાસ કરે છે. અમે ઉગ્ર હિન્દુવાદ ટેકો આપતા નથી. એમ ભાજપ કટ્ટર વિરોધી મમતાએ કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, આગામી સામાન્ય ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષ મહત્વની ભૂમિકા ભજવશે અને વડાપ્રધાન કોણ બનશે તે અંગે ત્યારે જ નિર્ણય લેવાશે. ર૦૧૯ લોકસભાની ચૂંટણીએ લોકમત હશે. લોકો ભાજપની કંટાળી ગયા છે એટલે તેને ફરીથી મત નહીં આપે. તેઓ પ્રાદેશિક પક્ષોને વધારે પસંદ કરશે. મોંઘવારીની માર સહન કરનાર ગરીબો સુધી પણ આ સંદેશ પહોંચી ગયો છે, તેઓ ભાજપ ફરીથી નહીં જ ચુંટે એમ તૃણમુલ કોંગ્રેસના વડાએ કહ્યું હતું.

તેઓ ભાજપ સરકાર ઉખાડીને ફેંકી દેશે, ત્યાર પછી વડાપ્રધાન કોણ તે મુદો ઉપસ્થિત થશે. પરંતુ અમે એ વખતે નો નિર્ણય લઇશું એ સામૂહિક નેતૃત્વ હશે. એમ જણાવ્યું હતું.

(1:55 pm IST)