Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

અનુપ જલોટા પોતાનાથી ૩૭ વર્ષ નાની જસલીન સાથે રિલેશનમાં

૨૮ વર્ષની છે જસલીનઃ સાડા ત્રણ વર્ષથી કરે છે ડેટિંગ

મુંબઇ, તા.૧૭: ભજન ગાયક અનુપ જલોટા પણ Bigg Boss ૧૨ના એક કન્‍ટેસ્‍ટન્‍ટમાંથી છે. તેણે પોતાની શિષ્‍ય જસલીન મથારુ સાથે જોડી બનાવીને શોમાં એન્‍ટ્રી કરી છે. જુલાઈમાં સિંગરના ૬૫માં જન્‍મદિવસ પછી બન્નેની તસવીરો વાઈરલ થઈ હતી. એવું કહેવાતું હતું કે બન્ને વચ્‍ચે ગુરુ-શિષ્‍ય કરતાં વધારે સંબંધ છે. જોકે, અનુપ જલોટાએ આ ચર્ચાને અફવા ગણાવી હતી. હવે જસલીને જ આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેઓ રિલેશનશીપમાં છે.

જસલીને જણાવ્‍યું કે તે અને અનુપ જલોટા ગત સાડા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

જસલીને એ પણ જણાવ્‍યું કે તેમના આ અફેર વિશે કોઈને પણ જાણ નથી. ત્‍યાં સુધી કે માતા-પિતાને પણ ખબર નથી.

જસલીને કહ્યું કે,‘અમારા સંબંધનો ખુલાસો જોઈને મારા પેરેન્‍ટ્‍સને શોક થશે. અમે સાડા ત્રણ વર્ષથી ડેટ કરી રહ્યાં છીએ. બિઝી શેડ્‍યૂલના કારણે અમને વધારે સમય પસાર કરવાની તક નથી મળતી પરંતુ હવે બિગ બોસની મદદથી અમે સાથે સમય પસાર કરી શકશું'

૨૮ વર્ષની જસલીન મથારૂ બિગ બોસ ૧૨માં અનુપ જલોટા સાથે આવી છે. જસલીન એક સિંગર છે અને તે અનુપ જલોટાની શિષ્‍ય છે.

જયારે જસલીનને એ સવાલ કરવામાં આવ્‍યો કે બન્નેની ઉંમરમાં ૩૭ વર્ષના અંતરને કારણે તમને મુશ્‍કેલીઓને સામનો કરવો પડે છે તો તેના જવાબમાં કહ્યું કે, ‘અમારી વચ્‍ચે ઉંમરની ક્‍યારેય પરેશાની નથી આવી. હવે બિગ બોસના દ્યરમાં જઈને અમને એ પણ જાણ થશે કે લોકો અમારા સંબંધને લઈને શું વિચારે છે.

(12:47 pm IST)