Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

સુઘડ પહેરવેશ... સાદુ ભોજન પરંતુ તેજાબી વાણી

નરેન્‍દ્રભાઇનું સાદગીસભર પરંતુ પ્રભાવશાળી વ્‍યકિતત્‍વ મનપસંદ ખોરાક છે... ખીચડીઃ માત્ર ૪ કલાકની લે છે ઉંઘ...

ભારતના ભાગ્‍ય વિધાતા સમા શ્રી નરેન્‍દ્રભાઇની રહેણી કરણી, પોષાક, જીવન શૈલી સહિતની ચર્ચાઓ ભારત સહિત વિશ્વભરમાં થાય છે.

આજે ૧૭ મી સપ્‍ટેમ્‍બર એટલે આપણા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇનો જન્‍મદિવસ... આપણા દેશમાં અગાઉ અનેક વડાપ્રધાન આવ્‍યા અને ગયા. પરંતુ જે ચર્ચા નરેન્‍દ્રભાઇની થાય છે. તેવી ચર્ચા ભાગ્‍યે જ અગાઉ કોઇ વડાપ્રધાનની થઇ હશે.

યુવાન હોય, આધેડ હોય કે પ્રૌઢ હોય મહિલા હોય કે પુરૂષ સૌ કોઇને નરેન્‍દ્રભાઇની લાઇફ સ્‍ટાઇલ વિશે જાણવા ભારે ઉત્‍સુકતા રહેતી હોય છે. તેઓ શું કરે છે... શું ખાય છે.. કેવા કપડા પહેરે છે. વગેરે વગેરે....

આવો આપણે નરેન્‍દ્રભાઇની જીવન શૈલીને નજીકથી જોઇએ... ખરેખર તો નરેન્‍દ્રભાઇને વકૌલીક કહેવા જોઇએ. કામ....કામ... અને માત્ર કામ.... વહેલી સવાર થી લઇ મોડી રાત સુધી ખુબજ ટાઇટ સિડયુલ હોય છે એમની છતાં પણ કયારેય જાણે થાકેલા ના જણાય...

 કાઠીયાવાડી શૈલીમાં કહીએ તો આપણા વડાપ્રધાન કામઢા છે... તેઓ ૧ર વર્ષથી વધુ સમય મુખ્‍યમંત્રી પદે રહ્યા અને છેલ્લા આશરે સાડા ચારેક વર્ષથી વડાપ્રધાન પદની જવાબદારી નિભાવી રહ્યા છે. આ દરમ્‍યાન તેમણે એકપણ રજા લીધી નથી..!

ખરેખર, આ બહુ જ મોટી વસ્‍તુ ગણાય... આપણે આપણાં રોજીંદા જીવનમાં થોડાક દિવસોમાં કંટાળી જતા હોઇએ છીએ અને બ્રેક લેવાની કે વીક એન્‍ડ ની તથા રજાની વાતો કરતા હોઇ એ છીએ ત્‍યારે સમગ્ર દેશની તમામ સ્‍થિતિઓને પહોંચી વળવા સતત દોડવું શું એ નાની વાત છે.

ખરેખર, નરેન્‍દ્રભાઇ ઉપર દૈવી શકિત જ ગણાય. નહિતર આટલી એર્નજી આજે ૬૮ વર્ષે શકય છે ખરી... સતત ૧૪ મી ૧૮ કલાક કામ કરવું માત્ર ચારેક કલાક જ ઉંઘવુ કઠિન ગણાય છે.

ઘણી વ્‍યકિતઓ જાણતા હશે કે નરેન્‍દ્રભાઇ વર્ષોથી નવરાત્રીના નકોરડા ઉપવાસ કરે છે. એમાં કોઇ જ બાંધછોડ નહિ અને ઉપવાસ દરમ્‍યાન આરામ કર્યા વિના સતત કાર્ય કરવુ એ માતાજીની કૃપા જ ગણાય.

આ આપણા એવા વડાપ્રધાન છે કે જેઓ ૧૦૦ ટકા વેજીટેરીયન છે. કે નથી તેઓ આલ્‍કોહોલનું સેવન કરતાં.

વહેલી સવારે ઉઠી નિત્‍યક્રમ પતાવી આશરે દોઢ કલાક જેટલો સમય પ્રાણાયામ અને યોગને આપતા હોવાનું કહેવાય છે. આજકાલના નહિ વર્ષોથી નરેન્‍દ્રભાઇ પોતાના પહેરવેશ પ્રત્‍યે ચોકકસ હોય છે.

કહેવાય છે કે નરેન્‍દ્રભાઇ ઝેડ બલ્‍યુ નામની કંપનીના કપડાં પહેરે છે. એમના કપડા અમદાવાદમાં વીપીન અને જીતેન્‍દ્ર ચૌહાણને ત્‍યાં સિવાય છે. એટલું જ નહિં એવું પણ કહેવાય છે કે નરેન્‍દ્રભાઇ પોતાના કપડા માટે  કાપડ પણ પોતે જ પસંદ કરે છે અને ડીઝાઇન પણ પોતે જ સિલેકટ કરે છે.

નરેન્‍દ્રભાઇ હાથમાં ઘડીયાળ હંમેશા ઉલ્‍ટી રાખવાનું પસંદ કરે છે. કહેવાય છે કે તેઓ સ્‍વિટઝરલેન્‍ડની પ્રસિધ્‍ધ કંપની માવાડા બ્રાન્‍ડની પહેરે છે. અને લેધર બેલ્‍ટ તેમની પહેલી પસંદ છે.

પેન્‍ટ પણ હંમેશા તેઓ બ્રાન્‍ડડે કંપનીની જ વાપરે છે. કયારેક તેઓ ગોગલ્‍સ પણ પહેરે છે. જેની પસંદગી પણ જાતે જ કરે છે. કહેવાય છે કે તેઓ મોટાભાગે સાદો ખોરાક જ પસંદ કરે છે.

સવારે સુંઠ વાણી ચા, એકદમ હલ્‍કો, નાસ્‍તો બપોરે જમવામાં રોટલી, શાક અને દાળ અને રાત્રીના જમવામાં ભાખરી, શાક અને ખીચડી... ખીચડી તેમની ફેવરિટ મનાય છે.

નરેન્‍દ્રભાઇને ફોટોગ્રાફીનો અનહદ શોખ છે. ફોટોગ્રાફી કરવાની તક મળે તો તેઓ જતી નથી કરતાં. તેઓ એક સારા અને શ્રેષ્‍ઠ વકતા હોવા ઉપરાંત એક ઉત્તમ લેખક પણ છે. તેમણે ૧ર જેટલી બુકો પણ લખી છે. તેમના ફોટાઓનું એકઝીબિશન પણ યોજાયું હતું.

ર૦૧૪ માં નરેન્‍દ્રભાઇ ટાઇમ મેગેઝીનના પર્સન ઓફ ધ ઇયર પણ બન્‍યા હતાં. વિશ્વભરમાં છવાયેલ નરેન્‍દ્રભાઇ માં સૌથી મોટો એક ગુણ એ છે કે તેઓ રિલેકસ રહી વિરોધીઓને જડબાતોડ જવાબ આપે છે.

કોઇપણ સ્‍થિતી હોય ગમે તેવા સંજોગો સર્જાયા હોય નરેન્‍દ્રભાઇ ભાગ્‍યે જ ગુસ્‍સે  થતા જોવા મળે છે. જે એક સારા રાજકીય સમીક્ષકની નિશાની ગણાય. કહેવાય છે કે તેઓ પોતાને પસંદ ના હોય તેવા વહીવટી નિર્ણયો કે એવા લોકોને ફગાવી દેવામાં કસાય ની પરવા નથી કરતાં.

પ્રભાવશાળી ચહેરો, સેટ કરેલ દાઢી, કાર્ટિયરના રિમલેસના ચશ્‍મા,  સાદગી ભર્યા છતાં સુધડ પહેરવશે અને તેજાબી વાણી એ જ ઓળખ છે. આપણા નરેન્‍દ્રભાઇની....

(12:07 pm IST)