Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ચીન સીમા પર ભારત સૈનિકો યથાવત્ત રાખશે: સીતારમણ

સીમા પર શાંતિ જાળવી રાખશે પરંતુ વાસ્તવિક નિયંત્રણ રેખા પર સૈનિકોની સંખ્યા ઘટાડશે નહી

નવી દિલ્હી : સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારત "વુહાન" સમજુતીની ભાવના અનુસાર સીમા પર શાંતિ જાળવી રાખશે પરંતુ ચીનની સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા પર પોતાનાં સૈનિકોની સંખ્યાને ઘટાડશે નહી. પોતાનાં ચીની સમકક્ષ વેઇ ફેંધેની સાથે વાતચીતના લગભગ એક મહિના બાદ સીતારમણે ક્હયું કે બંન્ને પક્ષોએ સ્વીકાર કર્યો છે કે વુહાનમાં વડાપ્રધાન મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની વચ્ચે અનૌપચારિક શિખ સમ્મેલનમાં કરવામાં આવ્યા વ્યાપક નિર્ણયથી સીમા પ્રબંધન નિયંત્રિત થવું જોઇએ. 

પુછવામાં આવતા કે શું ભારત હવે સૈનિકોને ફરજંદ રાખી રહ્યું છે અને વુહાનની ભાવના છતા તેમાં ઘટાડો નથી લાવી રહ્યું તો તેમણે ક્હ્યું બિલ્કુલ. એપ્રીલમાં વુહાન શિખર સમ્મેલનમાં મોદી અને શીએ સંબંધોમાં એક નવો અધ્યાય ચાલુ કરવાનો સંકલ્પ લીધો અને પોતાની સેનાઓને લગભગ 3500 કિલોમીટર લાંબી ચીન-ભારત સીમા પર સમન્વયને વધારવા માટેનો નિર્દેશ આપ્યો. પરમાણુ હથિયારોથી સંપન્ને બંન્ને દેશોની વચ્ચે ડોકલામમાં સૈન્ય ગતિરોધ પેદા થયાનાં થોડા જ મહિનાઓ બાદ આ સંકલ્પ લેવામાં આવ્યો હતો. 

(11:07 am IST)