Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

Jioને ટક્કર આપવા નવો પ્‍લાન લાવ્‍યું Airtel, ૪૧૯ રૂા.માં 105GB ડેટા

નવી દિલ્‍હી તા. ૧૭ : જિયોએ ટેલિકોમ ઈન્‍ડસ્‍ટ્રીમાં બે વર્ષ પૂરા થતાં ગ્રાહકોને ફ્રી ડેટા અને કેશબેક આપવાની જાહેરાત કરી છે. હવે જિયોને ટક્કર આપવા એરટેલે પ્રીપેઈડ યૂઝર્સ માટે માટે નવું પેક લોન્‍ચ કર્યું છે. એરટેલના નવા રિચાર્જની કિંમત ૪૧૯ રૂપિયા છે. આ પેકમાં ગ્રાહકોને ૧.૪ જીબી ડેટા દરરોજ મળશે. એરટેલે આ પહેલા ગ્રાહકોને ૩૯૯ અને ૪૪૮ રૂપિયાનું રિચાર્જ પેક પણ ઓફર કર્યું છે. આ બંને પેકની વેલિડિટી અનુક્રમે ૭૦ દિવસ અને ૮૨ દિવસ છે.

૪૧૯ રૂપિયાનું એરટેલનું રિચાર્જ પેક કંપનીની અધિકારીક વેબસાઈટ અને એપ પર ઉપલબ્‍ધ છે. આ પેકની વેલિડિટી ૭૫ દિવસની છે. કસ્‍ટમર્સને આ પેકમાં અનલિમિટેડ લોકલ, એસટીડી કોલ (દરરોજ ૩૦૦ મિનિટ અને ૧,૦૦૦ મિનિટ દર અઠવાડિયે) મળશે. આ રીચાર્જ પેકમાં નેશનલ રોમિંગ અને દરરોજના ૧૦૦ SMS ફ્રી છે. એરટેલ ટીવી એપનું એક્‍સેસ પણ આ પેકમાં મળે છે.

રિલાયન્‍સ જિયોની વાત કરીએ તો ૩૪૯ રૂપિયાના રિચાર્જમાં દરરોજનો ૧.૫ જીબી ડેટા મળે છે. ૭૦ દિવસની વેલિડિટીવાળા આ પેકમાં અનલિમિટેડ વોઈસ કોલિંગ અને ૧૦૦ SMS દરરોજ મળે છે. આ સિવાય જિયો એપ્‍સને ફ્રીમાં એક્‍સેસ પણ કરી શકાય છે. અત્‍યારે મળી રહેલી જિયો ઓફર્સ અંતર્ગત ૩૦૦ રૂપિયા અને તેનાથી વધારેના રિચાર્જ પર ૫૦ રૂપિયા કેશબેક મળે છે એટલે આ પેકની કિંમત ઘટીને ૨૪૯ રૂપિયા થઈ જાય છે.

(10:16 am IST)