Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ભારતના ૧૩,૫૦૦ ગામડાઓમાં શાળા નથી

કેન્‍દ્ર સરકારનો સ્‍વીકાર

નવી દિલ્‍હી તા. ૧૭ : કેન્‍દ્ર સરકારના ગ્રામિણ વિકાસ મંત્રાલયના એક અહેવાલમાં એવી ચોંકાવનારી જાણકારી આપવામાં આવી છે કે દેશના તમામ રાજયોના મળીને આશરે ૧૩,૫૧૧ ગામડાંઓમાં એક પણ શાળા નથી.

દેશના હજારો ગામડાઓમાં શાળાના અભાવના કારણ અંગે ચર્ચા કરતાં ગ્રામિણ વિકાસ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે રાજય સરકારોના ઉદાસીન વલણને કારણે અસંખ્‍ય ગામડાઓમાં શાળા શરૂ કરી શકાઈ નથી. અધિકારીએ વધુમાં કહ્યું કે કેટલાક એવા પણ ગામડા છે જયાં શાળા શરૂ કરવા માટે જરૂરી વસ્‍તી નથી.

ઉત્તર પ્રદેશ એવું રાજય છે જયાં શાળા ન હોય એવા સૌથી વધારે ગામડા છે. જયારે મણિપુર એવું રાજય છે જયાં એકેય ગામ શાળાવિહોણું નથી. ઉત્તર પ્રદેશમાં ૧,૦૭,૪૫૨ ગામડા છે અને ૩૪૭૪ ગામોમાં શાળા નથી. ગુજરાતમાં, ૧૮,૬૭૬ ગામડા છે અને એમાંના ૫૧ ગામોમાં શાળા નથી. મહારાષ્ટ્રમાં ૪૪,૧૯૮ ગામડા છે અને એમાંના ૪૬૮ ગામોમાં શાળા નથી.

સમગ્ર દેશમાં, શાળાકીય શિક્ષણ પૂરું પાડવાના મામલે ઈશાન ભારતના રાજયોનો દેખાવ અન્‍ય રાજયો કરતાં વધારે સારો છે.

 

(10:25 am IST)