Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

બિહારમાં ટ્રેઈની નર્સની છેડતી કરતા ડૉક્ટરને તમામ સ્ટાફ નર્સે લમધાર્યો

કટિહારની એક હોસ્પિટલમાં તબીબે નર્સની છેડતી કરતાતમામ નર્સે ઢીબી નાખ્યો

બિહારના કટિહારની એક હોસ્પિટલમાં તબીબે નર્સની છેડતી કરતા નર્સિંગ સ્ટાફની યુવતીઓએ ડોક્ટરને માર માર્યો હતો. હોસ્પિટલમાં તબીબે ટ્રેનિંગમાં આવેલી વિદ્યાર્થિની સાથે છેડતી કરી હતી. ઘટના અંગેની જાણ થતા નર્સોએ ડોક્ટરને માર માર્યો હતો.

 માર મારતા હોસ્પિટલના અધિકારીઓ વચ્ચે આવતા તેમણે પણ નર્સના આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. નર્સ દ્વારા આરોપી ડોક્ટર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. જ્યારે તબીબને માર મારવામાં  આવતા તબીબ પોતાનો જીવ બચાવીને ફરાર થવામાં સફળ રહ્યો હતો.

(9:38 pm IST)