Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

'ફ્રી' માં પેટ્રોલ-ડીઝલ એટલે વધારે વિચારતા નથી : મોદીના મંત્રી અઠાવલેની અવળવાણી

સરકારી પૈસા પર પેટ્રોલ અને ડીઝલ આવે છે તો આ વિશે શું કરવા વિચારવું

નવી દિલ્હી :મોદી સરકારના મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું છે કે, તેમને ડીઝલ અને પેટ્રોલ ફ્રિમાં મળે છે તેથી આ વિશે તેઓ વધારે વિચારતા નથી. તેમને કહ્યું, "પેટ્રોલ અને ડીઝલની કિંમત શું છે, આનાથી શું ફરક પડે છે.

   પેટ્રોલ -ડીઝલના કિંમતમાં સતત વધારાના કારણે સામાન્ય વ્યક્તિ હેરાન છે. તેવામાં મોદી સરકારના સમાજ કલ્યાણ અને અધિકારીતા મંત્રી રામદાસ અઠાવલેને પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવથી કોઈ જ ફરક પડતો નથી.

અઠાવલેએ કહ્યું છે કે, તેમને ડીઝલ અને પેટ્રોલ ફ્રિમાં મળે છે તેથી આ વિશે તેઓ વધારે વિચારતા નથી. તેમને કહ્યું, "પેટ્રોલ અને ડીઝલની કિંમત શું છે, આનાથી શું ફરક પડે છે. સરકાર મારી ગાડીઓમાં ડીઝલ અને પેટ્રોલ ભરાવે છે. સરકારી પૈસા પર પેટ્રોલ અને ડીઝલ આવે છે તો આ વિશે શું કરવા વિચારવું." રામદાસ અઠાવલેએ આ વાતો શનિવારે જયપુરમાં કહી.

(12:00 am IST)