Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ભાગેડુ વિજય માલ્યા મામલે શિવસેના સરકારની પડખે : જેટલી પર કોંગ્રેસના તમામ આક્ષેપ હાસ્યાસ્પદ ગણાવ્યા

બંનેની મુલાકાત વિષે કોંગ્રેસ જાણતી હતી તો આટલા વર્ષો ચૂપ કેમ રહી ?શિવસેનાએ સવાલ ઉઠાવ્યો

મુંબઈ:ભાગેડુ વિજય માલ્યા મામલે શિવસેના સરકારની પડખે આવી છે શિવસેનાએ કહ્યુ કે, કોંગ્રેસ 2019ની ચૂંટણી માટે સરકારને બદનામ કરવા માટે દુષપ્રચાર કરી રહી છે. શિવસેનાએ અરૂણ જેટલી પર કોંગ્રેસ દ્વારા લગાવવામાં  આવેલા તમામ આક્ષેપને હાસ્યાસ્પદ ગણાવ્યા છે.

શિવસેનાએ સવાલ કર્યો કે, કોંગ્રેસ અરૂણ જેટલી અને વિજય માલ્યાની મુલાકાત અંગે જાણતી હતી તો કોંગ્રેસ આટવા વર્ષોથી મૌન ધારણ કરીને કેમ બેઠી હતી.

કોંગ્રેસે 2019ની ચૂંટણી માટે માલ્યાનો મુદો ઉછાળ્યો છે. શિવસેનાએ કહ્યુ કે, માલ્યા જુઠુ બોલી રહ્યા છે. જેથી તેના પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. મહત્વનું છે કે, માલ્યાએ નાણા પ્રધાન અરૂણ જેટલી સાથે સેટલમેન્ટ માટે બેઠક કરી હોવાનો ખુલાસો કરતા વિરોધીઓના નિશાને કોંગ્રેસ આવી છે.

(9:27 pm IST)