Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

એચડીએફસી ભારતની સૌથી વધુ મુલ્યવાન બ્રાન્ડમાં સામેલ

સર્વેમાં પાંચમા વર્ષે એચડીએફસી બેંકની સિદ્ધિ : આ વર્ષે ૩૦.૧૦ લાખ ગ્રાહકોની ઈનસાઈટસને આધારે ૪૧૪ કેટેગરીનાં ૧૨૦૦૦૦ બ્રાન્ડનો અભ્યાસ કરાયો

અમદાવાદ, તા.૧૬ : એચડીએફસી બેન્કને સતત પાંચમા વર્ષે ભારતની મુલ્યવાન બ્રાન્ડ તરીકેનું શ્રેય પ્રાપ્ત થયું છે. વૈશ્વિક કોમ્યુનિકેશન સેવાઓમાં વિશ્વનાં ટોચનાં ડબલ્યુપીપી જૂથની કાંતાર મિલવાર્ડ બ્રાઉન દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણમાં આ એચડીએફસી બેંકને આ સિધ્ધિ અને રેકીંગ પ્રાપ્ત થયું છે. ૨૦૧૮ બ્રાન્ડઝ ટોપ ૭૫ મોસ્ટ વેલ્યુએબલ ઈન્ડિયન બ્રાન્ડસમાં એચડીએફસી બેન્કનું મુલ્ય ગયા વર્ષની સરખામણીમાં ૨૧ ટકા વધીને ૨૧.૭ બિલિયન યુએસ ડોલર થયું છે. બ્રાન્ડઝનાં એડિટોરિયલમાં ઉલ્લેખ થયા પ્રમાણે બ્રાન્ડ મુલ્ય માટે વિશ્વાસ અગત્યનું ચાલક પરિબળ છે. એચડીએફસી બેન્કે આ વિશ્વાસને સુપેરે ચરિતાર્થ કર્યો છે. એચડીએફસી બેન્કની બ્રાન્ડ વેલ્યુ છેલ્લા પાંચ વર્ષમાં સતત વધી છે. વર્ષ ૨૦૧૪માં તેની બ્રાન્ડ વેલ્યુ ૯.૪ બિલિયન યુએસ ડોલરની હતી. જે વર્ષ ૨૦૧૮માં ૨૧.૭ બિલિયન યુએસ ડોલરની થઈ છે. આ વર્ષે ૩૦.૧૦ લાખ ગ્રાહકોની ઈનસાઈટસને આધારે ૪૧૪ કેટેગરીઓનાં ૧,૨૦,૦૦૦ ભારતીય બ્રાન્ડસનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ઈએમઈએ અને એશિયાનાં સીઈઓ ડેવિડ રોથનાં જણાવ્યા અનુસાર, તેજીલું અર્થતંત્ર અને સતત વિસ્તરી રહેલું ડિજીટલ વિશ્વ ભારતનાં બ્રાન્ડ લેન્ડસ્કેપનું ચિત્ર બદલીને નવી તકો સર્જી રહ્યું છે. સચોટ સમયે જાણકારી આપતી બ્રાન્ડસને સારા ફળો પણ મળે છે. ડબલ્યુપીપી ગ્રુપ કંપનીનાં તાજેતરનાં સર્વેક્ષણમાં બ્રાન્ડઝ ટીએમ ટોપ ૧૦૦ મોસ્ટ વેલ્યુએબલ ગ્લોબલ બ્રાન્ડસમાં સમાવેશ થનારી એચડીએફસી બેન્ક એક માત્ર ભારતીય બ્રાન્ડ છે. આ પ્રતિષ્ઠિત યાદીમાં ટોચ પર ગુગલ અને ત્યારબાદ એપલ, એમેઝોન, માઈક્રોસોફટ, ટેન્સેન્ટ, ફેસબુક, વિસા, મેકડોનાલ્ડસ, અલીબાબા અને એટીએન્ડટી વગેરેનો સમાવેશ થાય છે.

(9:14 pm IST)