Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

જેએનયુની ચૂંટણી પરિણામ જાહેર : ચારેય બેઠક પર ડાબેરીઓનો દબદબો યથાવત

નવી દિલ્હી :જેએનયુએસના ચૂંટણી પરિણામ જાહેર કરાયા છે ચૂંટણીની ચારેય બેઠક પર ડાબેરી વિદ્યાર્થી સંગઠનએ કબ્જો કર્યો છે. જ્યારે ભાજપ બીજા નંબરે છે. જેએનયુમાં ડાબેરી સંગઠને ફરીવાર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

જેએનયુમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મહાસચિવ અને સંયુક્ત સચિવના પદ માટે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પરિણામ બાદ સાંઈ બાલાજીની અધ્યક્ષ, સારિકા ચૌધરીની ઉપાધ્યક્ષ, એજાઝ અહમદની જનરલે સેક્રેટરી, અમુથા જયદીપ સંયુક્ત  સચિવ તરીકે ચૂંટાયા છે.

(8:44 pm IST)