Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મધ્યપ્રદેશમાં : કાલે ભોપાલમાં કરશે રોડ શો

ભોપાલઆમ પદાધિકારીઓ સાથે બેઠક કરી :વિધાનસભાની ચૂંટણી પ્રચાર શરૂ

ભોપાલ :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સોમાવારે મધ્ય પ્રદેશની મુલાકાતે જવાના છે. એક દિવસની મુલાકાત વેળાએ  રાહુલ ગાંધી મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં રોડ શો કરશે. 

રાહુલ ગાંધી  11.30 કલાકે ભોપાલ  પહોંચશે.જ્યારે તેઓ લાલ ઘાટી ચોક પર પહોંચશે. 12 વાગ્યે રાહુલ ગાંધીનો ભોપાલમાં રોડ શો શરૂ કરશે.

 રોડ શો બાદ રાહુલ ગાંધી ભોપાલમાં કોંગ્રેસના પદાધિકારીઓ સાથે બેઠક કરશે.ત્યારે કોંગ્રેસે રાહુલ ગાંધીની ભોપાલ પ્રવાસને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. મધ્ય પ્રદેશમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે.

(8:39 pm IST)