Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

૧૦ પૈકી ૮ કંપનીઓની મૂડી ૪૧૬૬૦ કરોડ ઘટી ગઇ છે

ટીસીએસ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ હવે બીજા ક્રમે : આરઆઈએલની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો હોવા છતાં માર્કેટ મૂડીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમ પર અકબંધ

મુંબઈ, તા.૧૬ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ૪૧૬૬૦ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. મુકેશ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ૧૫૦૦૦ કરોડનો ઘટાડો થયો છે. એક માત્ર એચડીએફસી અને ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં શુક્રવારના દિવસે પુરાથયેલા સપ્તાહ દરમિયાન વધારો થયો છે. આરઆઈએલની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહમાં ૧૫૧૮૦.૪૬ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે જેથી તેની માર્કેટ મૂડી ૭૯૪૦૭૪.૫૨ કરોડ રૂપિયા થઇ છે જ્યારે ટીસીએસની માર્કેટ મૂડીમાં ૬૨૭૮.૮૬ કરોડ રૂપિયાનો ઘટાડો થતાં તેની માર્કેટ મૂડી ૭૮૯૯૪૯.૯૨ કરોડ થઇ છે. એચડીએફસી બેંક અને આઈટીસીની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૭૭૭૮.૩૦ કરોડ અને ૪૨૧૯.૮૧ કરોડનો ઘટાડો થયો છે. એફએમસીજીની મહાકાય કંપની હિન્દુસ્તાન યુનિલીવરની માર્કેટ મૂડીમાં પણ ૧૯૦૪.૮૯ કરોડનો ઘટાડો થયો છે જેથી તેની માર્કેટ મૂડી ઘટીને ૩૫૨૮૬૯.૫૫ કરોડ થઇ છે. મારુતિ સુઝુકી ઇન્ડિયાની માર્કેટ મૂડીમાં ૩૦૧૧.૭૪ કરોડનો ઘટાડો થયો છે. જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઈની માર્કેટ મૂડીમાં ૧૨૯૪.૦૭ કરોડનો ઘટાડો થયો છે જેથી તેની માર્કેટ મૂડી ઘટીને ૨૫૯૧૭૦.૦૨ કરોડ થઇ છે. કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મૂડીમાં પણ ઉલ્લેખનીય ઘટાડો થયો છે. ટોપ ૧૦ કંપનીઓની વાત કરવામાં આવે તો આરઆઈએલ પ્રથમ ક્રમાંક અને ટીસીએસ બીજા ક્રમાંક ઉપર છે. બેંચ માર્ક સેંસેક્સમાં છેલ્લા સપ્તાહમાં ૩૦૦ પોઇન્ટનો ઘટાડો થયો હતો અથવા તો ૦.૭૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એચડીએફસીની માર્કેટ મૂડી ૨૩૮.૨૪ કરોડ વધી જતાં તેની માર્કેટ મૂડી ૩૨૫૮૭૨.૩૭ કરોડ થઇ છે. ટેકનોલોજીની મહાકાય કંપની ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં ૯૦૪.૯૬ કરોડનો વધારો થયો છે.

માર્કેટ મૂડીમાં વધારો.....

મુંબઈ, તા.૧૬ : છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીનીબે કંપનીઓની માર્કેટ મૂડી વધી છે. બે કંપનીઓની માર્કેટ મૂડીમાં વધારો થયો છે. વધારાની વાત કરવામાં આવે તો આંકડો ખુબ જ ઉલ્લેખનીયરીતે ઘટ્યો છે.

કંપની

માર્કેટ મૂડીમાં વધારો

કુલ માર્કેટ મૂડી

એચડીએફસી

૨૩૮.૨૪

૩૨૫૮૭૨.૩૭

ઇન્ફોસીસ

૯૦૪.૯૬

૩૨૧૧૬૩.૫૨

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

મુંબઈ,તા. ૧૬ : ૧૦ મોસ્ટ વેલ્યુડ કંપનીઓ પૈકીની આઠ કંપનીઓની માર્કેટ મૂડીમાં સંયુક્તરીતે ઉલ્લેખનીય ઘટાડો થયો છે.  મુકેશ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ઘટાડો થયો છે. એકમાત્ર એચડીએફસી અને ઇન્ફોસીસની મૂડી વધી છે. કઈ કંપનીની મૂડી ઘટી છે તે નીચે મુબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં ઘટાડો

કુલ માર્કેટ મૂડી

આરઆઈએલ

૧૫૧૮૦.૪૬

૭૯૪૦૭૪.૫૨

ટીસીએસ

૬૨૭૮.૮૬

૭૮૯૯૪૯.૯૨

એચડીએફસી બેંક

૭૭૭૮.૩૦

૫૫૦૯૧૫.૩૩

આઈટીસી

૪૨૧૯.૮૧

૩૭૫૪૪૧.૦૫

એચયુએલ

૧૯૦૪.૮૯

૩૫૨૮૬૯.૫૫

મારુતિ સુઝુકી

૩૦૧૧.૭૪

૨૬૦૭૮૧.૧૮

એસબીઆઈ

૧૨૯૪.૦૭

૨૫૯૧૭૦.૦૨

કોટક મહિન્દ્રા

૧૯૯૨.૩૮

૨૩૫૯૩૯.૩૫

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

(8:17 pm IST)