Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

ફિલિપાઇન્સમાં તબાહી મચાવી તોફાન હોંગકોંગ અને દક્ષિણ ચીન તરફ ફંટાયું

શક્તિશાળી તોફાન મંગખુતે ફિલીપાઇન્સમાં ભરપૂર તબાહી મચાવી દીધી છે. આંધી અને મૂશળધાર વરસાદ સાથે આવેલ આ તોફાનને કારણ ભૂસ્ખલન અને મકાન પડવાની ઘટનાઓમાં મરવાવાળા લોકોની સંખ્યા વધીને 25 થઇ ગઇ છે. જ્યારે અનેક ઘરો ક્ષતિગ્રસ્ત થઇ ગયાં છે. આ સિવાય અનેક લોકો લાપતા પણ થઇ ગયાં છે.

ઉત્તરી ફિલિપાઇન્સમાં તબાહી મચાવ્યા બાદ હવે તોફાન રવિવારનાં રોજ હોંગકોંગ અને દક્ષિણ ચીન તરફ વધવા લાગ્યું છે. દુનિયામાં આ વર્ષનું આ સૌથી શક્તિશાળી તોફાન છે. હવાઇ સ્થિત સંયુક્ત તોફાન ચેતાવણી કેન્દ્રએ જણાવ્યું કે, આ તોફાનની હડફેટમાં 50થી પણ વધુ લોકો છે.

મંગખુત જ્યારે ફિલિપાઇન્સ પહોંચ્યું તો ચાર શ્રેણીનાં એટલાંટિક તોફાન બરાબર તેજ પવન અને આંધી આવવા લાગી. તોફાનને કારણ ચીન અને ફિલિપાઇન્સની વચ્ચે વિદેશ મંત્રી વાંગ યીની યાત્રા ટાળવાની પણ સહમતિ જતાવાઇ છે

   તોફાનને કારણ અંદાજે 150 ફ્લાઇટોને પણ રદ કરવી પડી અને આ સાથે જ સમુદ્રી માર્ગથી પણ યાત્રા બંધ કરવી પડી. હોંગકોંગ ઓબ્ઝર્વેટરીએ કહ્યું જો કે મંગખુત થોડુંક નબળું પડ્યું છે પરંતુ આનો પ્રભાવ હજી પણ પ્રચંડ છે.

(12:00 am IST)