Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

અમેરિકા : ફ્લોરેન્સ તોફાન બાદ હજુય લાખો અંધારામાં

ફ્લોરેન્સ તોફાનમાં મૃતકોની સંખ્યા વધીને ૧૩ થઇ : અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી જારી અનેક વિસ્તારો હજુપણ જળબંબાકાર : ઇમરજન્સી જાહેર

વોશિગ્ટન, તા.૧૬ : અમેરિકાના પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તાર પર ત્રાટકેલા પ્રચંડ ફ્લોરેન્સ તોફાનના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૧૩ ઉપર પહોંચી ગઈ છે. હજુ ભારે વરસાદ જારી રહેવાની શક્યતા છે. પુરની સ્થિતિ પણ સર્જાઈ ગઈ છે. ફ્લોરેન્સ તોફાને ઉત્તરીય કેરોલીનામાં કેટેગરી એકની તીવ્રતા સાથે શુક્રવારે એન્ટ્રી કરી હતી. હજુ પણ ૭૯૬૦૦૦ ઘરમાં વિજળીની વ્યવસ્થા નથી. દક્ષિણ અને ઉત્તર કેરોલીના, જ્યોર્જિયા, વર્જિનિયા અને મેરિલેન સહિતના વિસ્તારમાં ઇમરજન્સીની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે સોમવારના દિસે પણ આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ થઇ શકે છે. ૨૦થી ૩૦ ઇંચ વરસાદ થઇ ચુક્યો છે. અલબત્ત ફ્લોરેન્સ હવે ડિપ્રેશનમાં નબળું પડ્યું છે પરંતુ ભારે વરસાદ જારી રહી શકે છે. રડાર ઇમેજથી જાણવા મળી રહ્યું છે કે, ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. ઉત્તર કેરોલીનામાં ચેતવણી પુરની પણ જારી કરવામાં આવી છે. ફ્લોરેન્સ વાવાઝોડા વચ્ચે ભારે વરસાદ પણ થયો છે જેના લીધે નદીઓમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. વસ્તીવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હવામાન સાથે સંબંધિત વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, તોફાન નબળુ પડ્યું હોવા છતાં ખતરો હજુ પણ સંપૂર્ણપણે ટળ્યો નથી. ઉત્તરીય કેરોલીનાના ગવર્નર રોય કુપરનું કહેવું છે કે હજુ સુધી ભારે વરસાદનો જોર જારી રહી શકે છે. આ તોફાનના લીધે થનાર વરસાદ છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી વિનાશક વરસાદ તરીકે રહેશે. નદીઓમાં પુરની સ્થિતિ સર્જાશે. અત્રે નોંધનિય છે કે અમેરિકામાં ફ્લોરેન્સ વાવાઝોડાને લઈને પહેલાથી જ તંત્ર સાબદુ હતું. જેના લીધે મોટુ નુકસાન ટળી ગયું છે. તોફાનના કારણે ૧૫ લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટેના આદેશ જારી કરવામાં આવ્યા હતા બુધવારના દિવસે પ્રચંડ તોફાન ઉત્તરીય કેરોલિનાથી આશરે ૯૦૦ કિલોમીટરના અંતરે સ્થિત હતુ અને હવામાન વિભાગની ચેતવણી મુજબ જ દક્ષિણી અને ઉત્તરીય કેરોલીનામાં પ્રચંડ તાકાત સાથે ફ્લોરેન્સ તોફાન ત્રાટક્યું હતું. સરકારે દાવો કર્યો છે કે સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. તોફાનના કારણે આશરે એક કરોડ લોકોને માઠી અસર થઇ છે. કેટલાક લોકો તો વ્યાપક દહેશતમાં પણ દેખાઇ રહ્યા છે. ફ્લોરેન્સના કારણે તંત્ર સાબદુ છે. ૨૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પ્રચંડ તોફાન કેરોલિના દરિયાકાઠા તરફ વધતા લોકો પહેલાથી જ સાવધાન થઈ ગયા હતા. વિનાશક ફ્લોરેન્સ વાવાઝોડાના કારણે નદીઓમાં પુરની સ્થિતિ સર્જાઈ ગઈ છે.

કેરોલીનામાં ચારે તરફ પાણી ભરાઈ ગયા છે. બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુરૂવારના દિવસે ૧૨૦ પ્રતિ માઈલ કલાકની ઝડપી પવન ફૂંકાયો હતો. ૩૦થી ૪૦ ઈંચ જેટલો વરસાદ ઉત્તરીય કેરોલીના અને દક્ષિણ કેરોલીનાના આસપાસના વિસ્તારોમાં થવાની ચેતવણી જારી કરવામાં આવી છે.  અમેરિકામાં વારંવાર વિનાશકારી તોફાન આવતા રહ્યા છે. આ ફ્લોરેન્સ વાવાઝોડાને લઇને પણ પહેલાથી જ સાવધાની રાખવામાં આવી હતી જેના પરિણામ સ્વરુપે વધારે નુકસાન ટળી ઘયું છે. દક્ષિણ નોર્થ કેરોલીનાથી લઇને ઉત્તર કેરોલીના સુધી આઠ ઇંચ વરસાદ થયો છે. ૩૦થી ૪૦ ઇંચ સુધીનો વરસાદ હજુ સુધી પડી ચુક્યો છે. પશ્ચિમી વર્જિનિયામાં પણ છ ઇંચથી વધુ વરસાદ થયો છે. ઉત્તર કેરોલીનાના વિસ્તારોમાં રેકોર્ડ વરસાદ થયો છે.

(12:00 am IST)