Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

હરિયાણાના રેવાડી ગેંગરેપના આરોપી ચાર દિવસ બાદ પોલીસ પકડથી હજુ દૂર :શંક્સ્પદની અટકાયત :આરોપીની તસ્વીર જાહેર

પોલીસને ગેંગરેપની ઘટનામાં સાતથી આઠ લોકો સામેલ હોવાની આશંકા

હરિયાણાના રેવાડીની ગેંગરેપની ઘટનાને ચાર દિવસ થયા છતા પોલીસ પકડથી આઇઓપીઓ હજુ દૂર છે પોલીની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. એસઆઈટીએ આ મામલે એક શંકાસ્પદ શખ્સને અટકમા લીધો છે. પોલીસે આરોપીની તસ્વીર જાહેર કરી છે.

  પોલીસને ગેંગરેપની ઘટનામાં સાતથી આઠ લોકો સામેલ હોવાની આશંકા છે. શનિવારે હરિયાણાના ડીજીપી બી.એસ.સંધૂએ કહ્યુ હતુ કે, રેવાડી ગેંગરેપનો મુખ્ય આરોપી સુરક્ષાકર્મી છે. જે હાલમાં રાજસ્થાનમાં ફરજ બજાવી રહ્યો છે. આરોપી વિરૂદ્ધ પોલીસ વોરંટ ઈશ્યુ કરાવી રહી છે. ટુંક સમયમાં પોલીસ  આરોપીઓની ધરપકડ કરશે.

  રેવાડી જિલ્લા હોસ્પિટલમાં પીડિતાને સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે આ મામલાની તપાસ એસઆઈટીને સોંપવામાં આવી છે. આ મામલે વધુ તપાસ કરવા એસઆઈટીની પણ રચના કરવામાં  આવી છે એસઆઈટીની ટીમે શનિવારે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી

 રેવાડીમાં ગેંગરેપની ઘટના પ્રકાશમાં આવતા  રાજ્યની ભાજપ સરકાર વિરોધીઓના નિશાને આવી છે. પોલીસે આ મામલે  ઝીરો એફઆઈઆર પણ દાખલ કરી છે

(7:17 pm IST)