Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

બરફના તોફાનમાં દટાયેલા જવાનનો પાર્થિવ દેહ ૩૮ વર્ષે ઘરે પહોંચ્યો

સેનાના જવાન ૧૯૮૪માં સિયાચીનમાં શહીદ થયા હતા : બરફના તોફાનમાં ૧૯ લોકો ચપેટમાં આવ્યા હતા, પછી સર્ચ ઓપરેશનમાં ૧૪ જવાનોના શબ રિકવર કરાયા

હલદ્વાની, તા.૧૭ : વર્ષ ૧૯૮૪માં સિયાચીનમાં શહીદ થયેલા ૧૯ કુમાઉં રેજીમેન્ટના જવાન ચંદ્રશેખર હર્બોલાનું પાર્થિવ શરીર ૩૮ વર્ષ પછી ઉત્તરાખંડના હલદ્વાનીમાં તેમના ઘરે પહોંચ્યું. મળતી માહિતી અનુસાર સિયાચીનમાં બરફના તોફાનમાં ૧૯ લોકો ચપેટમાં આવ્યા હતા. પછી સર્ચ ઓપરેશનમાં ૧૪ જવાનોના શબ રિકવર કરવામાં આવ્યા હતા. ૫ જવાનોના પાર્થિવ શરીર નહોતા મળ્યા. તેમા શહીદ લાંસ નાયક ચંદ્રશેખર હર્બોલાનું નામ પણ સામેલ હતું. શહીદના ઘરના લોકોને પણ તે સૂચના આપવામાં આવી હતી કે તેમનુ પાર્થિવ શરીર નથી મળ્યું. તે બરફના તોફાનમાં આવીને શહીદ થઈ ગયા. પરંતુ સમય પછી એવો બદલાયો કે હવે ૩૮ વર્ષ પછી શહીદ લાંસ નાયક ચંદ્રશેખર હર્બોલાનું પાર્થિવ શરીર તેમના ઘરે પહોંચ્યું.

આપને જણાવી દઈએ કે ૧૯ કુમાઉં રેજીમેન્ટમાં તેનાત લાંસ નાયક ચંદ્રશેખર હર્બોલા ૨૯ મે ૧૯૮૪ના રોજ સિયાચીનમાં ઓપરેશન મેઘદૂત દરમિયાન શહીદ થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે તે બરફના તોફાનમાં ઑપરેશન મેઘદૂતમાં ૧૯ લોકો બરફમાં દબાયા હતા. જેમાંથી ૧૪ જવાનોના શવ રિકવર થયા હતા.

સર્ચ ઓપરેશન દરમિયાન પાંચ જવાનોના પાર્થિવ શરીર નહોતા મળ્યાં, જેના પછી સેનાએ શહીદ ચંદ્રશેખર હર્બોલાના ઘરે આ ખબર આપી હતી કે ચંદ્રશેખર બરફના તોફાનના કારણે શહીદ થયા છે.

મહત્વનું છે કે શહીદ લાંસ નાયક ચંદ્રશેખર હર્બોલાના પરિવારજનોને હવે પાર્થિવ શરીર મળવાની ખબર મળી તો તેમની જૂની યાદો ધૂંધળી થઈ ગઈ. આપને જણાવી દઈએ કે શહીદ લાંસ નાયક ચંદ્રશેખર હર્બોલાનું પાર્થિવ શરીર ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ તેમના ઘરે પહોંચ્યુ છે. રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં.

 

 

(7:26 pm IST)