Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

હા પણ નહીં અને ના પણ નહીં: રાહુલના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષની ચૂંટણી લડવા અંગે અસમંજસની સ્‍થિતિ

કોંગ્રેસે ર૧ ઓગસ્‍ટથી ર૦ સપ્‍ટેમ્‍બર વચ્‍ચે સંગઠનની ચૂંટણીની જાહેરાત કરી છેઃ વિલંબની શકયતા : સ્‍પષ્‍ટ જવાબ ન મળતા કાર્ય સમિતિની બેઠક નથી મળીઃ પાર્ટી દ્વારા ચૂંટણીઓની તૈયારીઓ પૂર્ણ

નવી દિલ્‍હી તા. ૧૭: કોંગ્રેસના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ માટે યોજાનાર ચૂંટણી આડે ગણતરીના દિવસો બચ્‍યા છે, ત્‍યારે રાહુલ ગાંધીની ચૂંટણી લડવા અંગે અસમંજસની સ્‍થિતિ છે. પાર્ટીએ જાહેરાત કરેલ કે ર૧ ઓગસ્‍ટથી ર૦ સપ્‍ટેમ્‍બર દરમિયાન સંગઠનની ચૂંટણી યોજાશે.
અનેક પ્રયત્‍નો બાદ પણ રાહુલે પોતાની ઇચ્‍છા સાફ-સાફ ન દર્શાવતા ભારે મુંજવણ કોંગ્રેસમાં થઇ છે. પાર્ટીના રણનીતીકારો હજી સુધી રાહુલને અધ્‍યક્ષ પદ માટે ચૂંટણી લડવા માટે મનાવવામાં અસફળ રહેતા ચૂંટણીમાં મોડું થવાની સંભાવના છે.
રાહુલ ગાંધી તરફથી કોઇ સ્‍પષ્‍ટ જવાબ ન મળતા કોંગ્રેસે કાર્યસમિતિ બેઠક નથી બોલાવી. આ બેઠકમાં જ ચૂંટણીની તારીખ નકકી કરવામાં આવનાર હતી. કોંગ્રેસની કેન્‍દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ઉપરાંત સમિતિએ જણાવેલ કે અમે સમયસર ચૂંટણી માટે તૈયાર છીએ. (૭.૩પ)

 

(4:43 pm IST)