Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

લેબેનનની આ વ્‍યક્‍તિની દાઢી પર બેસે છે અનેક મધમાખીઓ

સમગ્ર વિશ્વમાં મધનો વેપાર અંદાજે ૧૦૦ બિલ્‍યન પાઉન્‍ડ એટલે કે ૯૫૩૫ અબજ રૂપિયાનો છે

લંડન, તા.૧૭: આપણા ઘરમાં કે આસપાસ એક પણ મધમાખી જોઈએ તો આપણે ડરી જઈએ છીએ, પરંતુ લેબઙ્ઘનનમાં એક મધમાખીનો ઉછેર કરનાર વ્‍યક્‍તિની દાઢીની ફરતે અનેક મધમાખીઓ બેસેલી હોય છે અને છતાં એ શાંત રહે છે. મધમાખીઓ તેની દાઢી પર જ નહીં, ઘણી વખત છાતી અને હાથ પર પણ ગુંજન કરે છે. મધમાખીઓને બચાવવાના મહત્ત્વ વિશે વિશ્વને સમજાવવા માટે જાઙ્ઘની અબુ આવું કરે છે. તેના વિડિયોએ ઇન્‍ટરનેટ પર તમામનું ધ્‍યાન દોર્યું છે. વળી આટલી મધમાખીઓ હોવા છતાં તેને ક્‍યારેય ડંખ માર્યો નથી. સમગ્ર વિશ્વમાં મધનો વેપાર અંદાજે ૧૦૦ બિલ્‍યન પાઉન્‍ડ એટલે કે ૯૫૩૫ અબજ રૂપિયાનો છે. તે ઇચ્‍છે છે કે મધમાખી ઉછેરનારાઓ, પ્રોફેશનલ અને વૈજ્ઞાનિક જ્ઞાન ધરાવતા લોકો સાથે મળીને મધમાખીઓ વિશેની માહિતીથી લોકોને અવગત કરાવવામાં આવે.

(4:08 pm IST)