Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ભાજપમાં ઘટી ગયુ ગડકરી-શિવરાજનું કદઃ સંસદીય બોર્ડમાંથી છુટ્ટીઃ કેન્‍દ્રીય ચૂંટણી સમિતિ પણ પુનઃ રચના

ભાજપમાં ધરખમ ફેરફારઃ સંસદીય બોર્ડમાં ભાજપ શાસિત રાજ્‍યોના કોઇ મુખ્‍યમંત્રી નહીં : સંસદીય બોર્ડમાં ૧૧ સભ્‍યોઃ યેદિયુરપ્‍પાનું મહત્‍વ વધ્‍યું: ચૂંટણી સમિતિમાં ફડણવીસને સ્‍થાન

નવી દિલ્‍હી, તા.૧૭: ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડમાં મોટા ફેરફારો કરવામાં આવ્‍યા છે. કેન્‍દ્રીય મંત્રી નીતિન ગડકરીને પાર્ટીના સંસદીય બોર્ડમાંથી હટાવી દેવામાં આવ્‍યા છે. ગડકરી ઉપરાંત મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને પણ સંસદીય બોર્ડમાંથી હટાવી દેવામાં આવ્‍યા છે. ભાજપે કેન્‍દ્રિય ચૂંટણી સમિતિની પણ પુનઃરચના કરી છે.

 ભાજપ સંસદીય બોર્ડમાં મોટા ફેરફારો કરવામાં આવ્‍યા છે. જેમાં કેન્‍દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મધ્‍ય-દેશના મુખ્‍યમંત્રી શિવરાજ સિંહને બોર્ડમાંથી હટાવી દેવામાં આવ્‍યા છે, જ્‍યારે બીએસ યેદિયુરપ્‍પા, સુધા યાદવ, ઈકબાલ, સર્બાનંદ સોનોવાલ, કે લક્ષ્મણને નવા સભ્‍યો તરીકે સામેલ કરવામાં આવ્‍યા છે.

આ સંસદીય બોર્ડના સભ્‍યો છે

જગત પ્રકાશ નડ્ડા (પ્રમુખ), નરેન્‍દ્રભાઇ મોદી, રાજનાથ સિંહ, અમિતભાઇ શાહ, બીએસ યેદિયુરપ્‍પા, સર્બાનંદ સોનોવાલ, કે લક્ષ્મણ, ઈકબાલસિંહ લાલપુરા, સુધા યાદવ, બી.એલ.સંતોષ (સચિવ)

આ સાથે ભારતીય જનતા પાર્ટીની કેન્‍દ્રીય ચૂંટણી સમિતિની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સમિતિમાં મહારાષ્‍ટ્રના ડેપ્‍યુટી સીએમ દેવેન્‍દ્ર ફડણવીસ, કેન્‍દ્રીય મંત્રી ભૂપેન્‍દ્ર યાદવ અને ઓમ માથુરને સ્‍થાન મળ્‍યું છે. આ સિવાય કેન્‍દ્રીય મંત્રી નીતિન ગડકરીને પણ આ સમિતિમાં સ્‍થાન મળ્‍યું નથી.

કેન્‍દ્રીય ચૂંટણી સમિતિના સભ્‍ય

જગત પ્રકાશ નડ્ડા (પ્રમુખ), નરેન્‍દ્રભાઇ મોદી, રાજનાથ સિંહ, અમિતભાઇ શાહ, બીએસ યેદિયુરપ્‍પા, સર્બાનંદ સોનોવાલ, કે લક્ષ્મણ, ઈકબાલસિંહ લાલપુરા સુધા યાદવ, સત્‍યનારાયણ જાતિ, ભૂપેન્‍દ્ર યાદવ, દેવેન્‍દ્ર ફડણવીસ, બી.એલ.સંતોષ (સચિવ) વી શ્રીનિવાસ (પદાધિકારી).

(3:15 pm IST)