Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

પાકિસ્‍તાનમાં પેટ્રોલ ર૩૩ રૂપિયે લીટર : ડીઝલ ર૪૪ અને કેરોસીન ૧૯૯ રૂા. લીટર

પાકિસ્‍તાનમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ૬.ર૭ રૂપિયાનો વધારો થયો છે. પાકિસ્‍તાન સરકારે આગામી ૧૪ દિવસ માટેકિંમતોમાં વધારો કર્યો છે. પેટ્રોલના ભાવ વધતા સરકારે ડીઝલના ભાવમાં ૦.પ૧  પૈસાનો ઘટાડો પણ કર્યો. પેટ્રોલની કિંમત ર૩૩.૯૧ રૂપિયા પ્રતિ લીટર, ડીઝલની કિંમત ર૪૪.૪૪ રૂપિયા પ્રતિ લીટર, કેરોસીન ઓઇલની કિંમત ૧૯૯.૪૦ રૂપિયા પ્રતિ લીટર અને લાઇટ ડીઝલની કિંમત૧૯૯.૪૦ રૂપિયા પ્રતિ લીટર  થશે.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે પેટ્રોલિયમ ઉત્‍પાદનો પર વધુ કોઇ કર લાદવામાં આવશે નહીં અને એ હકિકત પર ભાર મુકયો હતો કે પાકિસ્‍તાન સરકાર હાલમાં તેને સબસીડી આપીને વધુ નુકશાન ઉઠાવવાની સ્‍થિતિમાં નથી.

નાણામંત્રી મિસ્‍તાહ ઇસ્‍માઇલે કહ્યું કે પાકિસ્‍તાન વધુ પેટ્રોલીયમ સબસીડી સહન કરી શકે તેમ નથી. તો પેટ્રોલીયમ ઉત્‍પાદનો ઉપર વધુ કોઇ કર હવે લાદવામાં આવશે નહિ.

(1:09 pm IST)