Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

'ઇવન એજ રિકેલિબ્રટ : ચેન્જિંગ પેરડાઇમ' : ઉર્જીત પટેલના નવા પુસ્તકમાં નિતિ વિષયક અનુભવોનું સચોટ આલેખન

૧૫ માં નાણાં પંચના અધ્યક્ષનું નવુ પુસ્તક ઇવન એજ રિકેલિબ્રેટ : ચેન્જિંગ પેરડાઇમ' પ્રધાનમંત્રીના અગ્ર સચિવ પી. કે. મિશ્રાની કેટલીક પસંદ કરેલી આંતરિક વાતો સાથે પ્રગતિ અને સંભવિત વિકાસ લક્ષ્યાંકોના પૂરા નહીં થયેલા કાર્યો ઉપર પ્રકાશ ફેંકે છે. આ કાર્યો સંયુકત રાષ્ટ્રોના દીર્ઘકાલિન વિકાસ લક્ષ્યો અને પેરિસ સમજૂતીના આપતિ જોખમ ઘટાડા માટે સેન્ડાઇ ફ્રેમવર્કના નામથી પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય સમજૂતીના સંદર્ભમાં રજૂ કરવામાં આવ્યાં છે.
સિંઘ અને મિશ્રાએ સમગ્ર જીવન અમલદાર તરીકે વિતાવ્યું છે, પરંતુ કેટલાક પસંદગીના ક્ષેત્રોમાં. વિષય સંબંધિત તેમનું તલસ્પર્શી જ્ઞાન અને તેમાં પ્રતિબિંબિત થતો અનુભવ લેખક દ્વારા લખવામાં આવેલા દરેક નિબંધોમાં જોવા મળે છે.
વિવિધ ખ્યાલો અને વ્યવહારિક અમલની મદદથી પૂર્વભૂમિકા બાંધતું આ પુસ્તક ચોક્કસપણે વાંચવાલાયક, માહિતીપ્રદ અને વિચારપ્રેરક છે. પાક વીમા અને આપદા પ્રબંધન જેવા આપણા રાષ્ટ્રની સુખાકારી માટે કેન્દ્રવર્તી જટિલ વિષયોને બિનજરૂરી શાબ્દિક આડંબર વગર સાવ સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યાં છે કે તેને સામાન્ય વ્યકિત પણ સરળતાથી સમજી શકે છે.
જોકે નીતિનો અમલ કરાવતાં વ્યકિત દ્વારા તેને લખવામાં આવ્યું હોવાથી પોતાને થયેલા અનુભવોનું આલેખન કરતા પ્રસંગોની રજૂઆત અનિવાર્ય બને છે. પરંતુ તે આત્મકથા નથી. અનુમાનોની સરળ સમજૂતી, સમતોલ આકલન અને વ્યકિતગત નિખાલસતા લાંબા સમય સુધી વિશેષ ક્ષેત્રમાં વિતાવેલા કારકિર્દીના સમયગાળાની સાક્ષી પૂરી પાડે છે.
પુસ્તકમાં કેન્દ્ર, રાજયો અને ત્રીજી શ્રેણી વચ્ચે આપદા પ્રબંધનના ક્ષેત્રમાં પ્રશાસન, સશકિતકરણ અને સંકલનમાં સંપૂર્ણતાની ઉત્ક્રાંતિ વિગતવાર વર્ણવવામાં આવી છે - જે વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિત (અન્ય વસ્તુઓ પૈકી અનુમાન અને ઇમારતમાપદંડો અને બાંધકામ સહિત પ્રતિરોધકતા માટે) અને સામાજિક વિજ્ઞાન (ધીરાણ અને આજીવિકા નેટવર્કના ઝડપી પુનઃનિર્માણ માટે) આવરી લેતા વાસ્તવિક અર્થમાં બહુઆયામી વિષયો છે.
જાન્યુઆરી ૨૦૦૧ માં કચ્છમાં આવેલો ધરતીકંપ અને ગુજરાત રાજય આપદા પ્રબંધન સત્તામંડળની સ્થાપનાએ આવાસોના માલિક સંચાલિત પુનઃનિર્માણ, સ્કૂલો જેવા જાહેર ઉપયોગના સાધનોના પુનઃનિર્માણ માટે સમુદાયોનો સમાવેશ, નિર્ણય લેવામાં પારદર્શિતા અને ન્યાયોચિત પરિણામો સહિત ઉદાહરણીય પરિવર્તન રજૂ કર્યું છે. કોવિડ-૧૯ ના પ્રકરણ અને આપદા જોખમ પ્રબંધનનું ભવિષ્ય દેશ (અને દુનિયા) જોગાનુજોગ બહુવિધ આપદાઓની અવાર-નવાર ઊભી થતી ઘટનાઓનો સામનો કરી રહ્યો હોવાથી વધુ વૈવિધ્યપૂર્ણ જોખમ આકલન સાધનો માટે સ્પષ્ટ કાર્ય રૂપરેખા પૂરી પાડે છે.
જોકે લેખક વર્તમાન મર્યાદાઓ સ્વીકારવામાં અને તે બાબતે ઘણી કામગીરી કરવાની બાકી હોવાનો એકરાર કરવામાં સહેજે સંકોચ અનુભવતા નથી.
વિત્તિય જવાબદારી ધારાસભાઓ ઉપરાંત, ભારત વિત્તિય સંઘીય કાર્યકારી બાબતો માટે બે બંધારણીય સંસ્થાઓઃ નાણા પંચ અને વસ્તુ અને સેવા કર (જીએસટી) પરિષદ ધરાવે છે. જીએસટી પરિષદ જીએસટી દરોને આવરી લેતી કાયમી સંસ્થા છે, જયારે નાણાં પંચ કેન્દ્ર અને રાજય સરકારો અને વધુમાં રાજયો અને ત્રીજી શ્રેણી વચ્ચે આવકોની વહેંચણી કરવા માટે ભલામણો આપવા પાંચ વર્ષનો કાર્યકાળ ધરાવે છે.
આ અંગે લેખક સમજાવટપૂર્વક દલીલ કરે છે કે કેન્દ્ર અને રાજયો વચ્ચે સંકલનકારી વ્યવસ્થાતંત્ર હવે વધુ પ્રભાવશાળી વિત્તિય સંઘીય માળખા માટે જરૂરિયાત છે.
વિદ્યાર્થીઓ માટે નાણાં પંચ અંગેનું પ્રકરણ આશિર્વાદરૂપ સાબિત થશે. તે ૧૯૧૯  ગવર્મેન્ટ આઙ્ખફ ઇન્ડિયા એકટથી સંસ્થાના ઉદભવ સંબંધે સરળ ઐતિહાસિક માહિતી અને ૧૯૫૧થી નાણાં પંચની તમામ મુખ્ય ભલામણોની ખૂબ સુસંબદ્ઘ સંક્ષિપ્ત માહિતી પૂરી પાડે છે. અહીં એ બાબત નોંધનીય છે કે છેલ્લા બે પંચોએ આવકના ઘટાડામાં વનાવરણ ઉપર સ્પષ્ટ ભાર મૂકયો છે - જે જળવાયુ પરિવર્તનનો સામનો કરવા અને જૈવવિવિધતાની જાળવણી કરવા માટે માત્ર નિવેદનો કરવાના બદલે તેની સ્વીકૃતિ પર ભાર મૂકે છે.
વધારાના પ્રકરણમાં, લેખક ઉપયોગી માહિતી પૂરી પાડી છે કે શા માટે આપણે કાયદાની 'હિમશીલા' સામનો કરી રહ્યાં છે, જેને બંને લેખકો સંયુકત રીતે પણ લખી શકયાં હોત. પ્રશાસનની પુનઃગોઠવણીએ ફરજિયાતપણે આ રાષ્ટ્રીય પૂર્વગ્રહોને સમાપ્ત કરવા જ જોઇએ. લેખક ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઇ)ના પૂર્વ ગવર્નર છે.

 

(11:30 am IST)