Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

બાંગ્લાદેશનાં કર્મચારીની રજાની અરજી સોશિયલ મીડિયામાં વાઈરલ ! : પિતા બનવા માટે વ્યક્તિએ માંગી રજા

કર્મીએ ઓફિસમાંથી 2 મહિનાની રજા પિતા બનવા માટે માંગી : અરજીમાં લખ્યું - ‘Visit Family And Make Baby.’

નવી દિલ્લી : નોકરિયાત વર્ગને હંમેશા ફરિયાદ હોય છે કે તેમને રજા મળતી નથી. કેટલાંક કર્મચારીઓ તો રજા મેળવવા માટે ગજબ બહાના બનાવે છે. પરંતુ સોશિયલ મીડિયામાં અત્યારે રજાની એક અરજી ઝડપથી વાયરલ થઇ રહી છે, જેમાં કર્મચારીએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે તેને રજા કેમ જોઈએ છે? કર્મચારીએ રજાની એપ્લિકેશનમાં લખી દીધુ કે, તે પિતા બનવા માંગે છે, તેથી તેને રજા જોઈએ છીએ. સોશિયલ મીડિયામાં રજાની એપ્લિકેશન વાયરલ થયા બાદ યુઝર્સ પણ આ એપ્લિકેશન પર ફની રિએક્શન આપી રહ્યાં છે.

નોકરીવાળી લાઈફથી આપણામાંથી ઘણા લોકો પરિચિત હશે જ. એકના એક દિવસના રુટિનથી ઘણા લોકો કંટાળી જતા હોય છે અને નોકરી છોડવાનો નિર્ણય કરતા હોય છે. કેટલાક લોકો થોડા આરામ કરવા માટે ઓફિસમાંથી રજા લેતા હોય છે. પણ કેટલીકવાર રજા નહીં મળે તો લોકો જાત જાતના બહાના કાઢતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવી જ એક રજાની અરજી વાયરલ થઈ છે. આ અરજી વાંચીને તમે હસી હસીને લોટપોટ થઈ જશો.

આ વાયરલ રજાની અરજીમાં તમે જોઈ શકો છો કે, રજા માંગનાર કર્મચારીએ રજા લેવાનું કારણે કેવુ સીધુ જ કહી દીધુ છે. તેની આ નાદાનીયત લોકોની હંસીનું કારણ બની ગયુ છે. ચાલો જાણીએ આ વાયરલ રજાની અરજી વિશેની માહિતી.


સોશિયલ મીડિયા પર જે રજાની અરજી વાયરલ થઈ રહી છે, તે બાંગ્લાદેશની જણાઈ રહી છે. આ રજાની અરજીમાં કારણ જણાવામાં આવ્યુ છે કે તેને પિતા બનવા માટે રજા જોઈએ છે. નવાઈની વાત તો એ છે કે તેણે ઓફિસમાંથી 2 મહિનાની રજા પિતા બનવા માટે માંગી છે. આ કારણ જે રજાની અરજીમાં તેણે લખ્યુ છે તે કંઈક આ સ્ટાઈલમાં છે. તેણે રજાની અરજીમાં લખ્યુ છે કે, ‘Visit Family And Make Baby.’

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ રજાની અરજી 2017ની છે. આ રજાની અરજીમાં એ દેખાય છે કે 15 નવેમ્બર, 2017થી 15 જાન્યુઆરી, 2018 સુધીની આ કર્મચારીએ રજા માંગી છે. આ કર્મચારી બાંગ્લાદેશનો છે, તે બાંગ્લાદેશના સિલ્હટમાં પોતાના પરિવાર સાથે રહે છે. પણ એ જાણી નથી શકાયુ કે આ રજાની અરજી પછી તેને તેની ઓફિસમાંથી બોસ તરફથી આ કામ માટે રજા મળી કે નહીં. લોકો આ રજાની અરજી પણ રમૂજી કોમેન્ટ કરી છે.

(9:48 pm IST)