Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

અધિકારીઓ પર ભડક્યા નીતિન ગડકરી ;કહ્યું સમસ્યાનું સમાધાન કરો નહીંતર લોકોને 'ધોલાઈ' કરવા માટે કહીશ

આપણે ત્યાં લાલ ફિતાશાહી કેમ છે ,કેમ આ નિરીક્ષકો આવે છે અને હપ્તા લ્યે છે

 

નાગપુર : અમલદારશાહી પર નિશાન સાધતા કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે તેમણે કેટલાક અધિકારીઓને આગ્રહ કર્યો છે કે જો કેટલાક મુદ્દે સમાધાન નહિ કરાય તો તેઓ લોકોને કહેશે કે ધોલાઈ કરો ,કેન્દ્રીય મંત્રી એમએસએમઈ સેક્ટરમાં કામ કરતા સંઘથી જોડાયેલ સંગઠન લઘુ ઉદ્યોગ ભારતીના એક સંમેલનને સંબોધિત કરી રહ્યાં હતા ગડકરી પાસે સડક પરિવહન સુક્ષમ લઘુ અને મધ્યમ ઉદ્યોગની જવાબદારી છે

  સંમેલનમાં ઉપસ્થિતોને ગડકરીએ કહ્યું કે નીડર થઈનેતેના કારોબારને વિસ્તાર કરો, વાત પર પણ બોલ્યા કે કેવી રીતે સરકારી અધિકરીઓ દ્વારા વેપારીઓને પરેશાન કરાઈ રહ્યાં છે ,નાગપુર લોકસભા સીટનું પ્રતિનિધિત્વ કરતા ગડકરીએ કહ્યું કે આપણે ત્યાં લાલ ફિતાશાહી કેમ છે ,કેમ નિરીક્ષકો આવે છે અને હપ્તા લ્યે છે ,મેં તેને મોઠામોઠ કહી દીધું છે કે આપ સરકારી નોકર છો હું લોકોનો ચૂંટાયેલ છું મારી જવાબદારી લોકો પ્રત્યે છે જો તમે ચોરી કરશો તો હું કહીશ કે આપ ચોર છો

   ગડકરીએ કહ્યું કે આજે મેં આરટીઓ ઓફિસમાં બેઠક કરી હતી જેમાં અધિકરીઓએ ભાગ લીધો હતો મેં તેઓને કહ્યું કે આપ સમસ્યાનું આઠ દિવસમાં ઉકેલ લાવો અન્યથા હું લોકોને કહીશ કે ધોલાઈ કરો,મારા ગુરુએ મને શીખવાડ્યું છે ,આવી વ્યવસ્થાને હટાવવી જોઈએ જે ન્યાય ના આપી શકે ,જોકે ગડકરીએ નથી બતાવ્યું કે તેઓ કઈ સમસ્યાની વાત કરતા હતા

 

 

(11:46 pm IST)