Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

અંબાણી પરિવાર સૌથી ધનિકોની યાદીમાં ૯માં ક્રમે

વિશ્વના સૌથી ધનિક પરિવારની ૧ મિનિટની કમાણી છે રૂ.૪૯,૭૮,૬૭૫

નવી દિલ્હી, તા.૧૭: હાલમાં જ જિયો ગીગાફાઈબર પ્લાન લોન્ચ કરનારા અંબાણી પરિવારને તો સૌ કોઈ જાણે છે. મુકેશ અંબાણી ભારત જ નહીં પરંતુ એશિયાના સૌથી અમીર વ્યકિત છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીનું વાર્ષિક પેકેજ ૧૫ કરોડ રૂપિયા છે. જયારે અંબાણી પરિવારની કુલ કમાણી ૫૦.૪ બિલિયન (૫૦૪૦ કરોડ) છે. આ રકમ સાથે અંબાણી પરિવાર દુનિયાના સૌથી ધનિક પરિવારોની યાદીમાં ૯માં સ્થાને છે.

તમને જાણીને નવાઈ લાગશે કે જો ૯માં ધનિક પરિવારની કુલ કમાણી આટલી છે તો દુનિયાના સૌથી ધનિક પરિવારની કમાણી કેટલી કશે! આ લિસ્ટમાં સૌથી ઉપર સુપર માર્કેટ વોલમાર્ટને ચલાવનારો પરિવાર છે. આ દુનિયાનું સૌથી મોટું સુપર માર્કેટ છે. આ પરિવાર દર મિનિટ ૭૦,૦૦૦ ડોલર (૪૯,૭૮,૬૭૫ રૂપિયા) કમાઈ રહ્યો છે.

બ્લૂમબર્ગે દુનિયાના ૨૫ સૌથી ધનિક પરિવારની યાદી બહાર પાડી છે. જેમાં પહેલા નંબરે વોલમાર્ટ પરિવાર છે. જે દર મિનિટે ૭૦,૦૦૦ ડોલર, દર કલાકે ૪ મિલિયન (૨૮,૪૫,૬૮,૦૦૦ રૂપિયા) અને રોજના ૧૦૦ મિલિયન (૭૧૧.૪૨ કરોડ રૂપિયા) કમાય છે.

વોલમાર્ટ પરિવાર ઉપરાંત આ પરિવારોમાં સ્નિકર્સ અને માર્સ બાર્સ બનાવનારો માર્સ પરિવાર, ફરારી, BMW, હ્યાત હોટલ ચલાવનારો પરિવાર પણ શામેલ છે. આ બધા ૨૫ સૌથી ધનિક પરિવારો પાસે ૧.૪ ટ્રિલિયન ડોલર રકમ છે.

(3:42 pm IST)