Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં પાકે.કર્યો ગોળીબારઃ એક જવાન શહિદ

મોર્ટાર દાગ્યાઃ ના 'પાક' હરકતો સતત ચાલુ

નવી દિલ્હી, તા.૧૭: પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરવાનું બંધ કરતું નથી. પાકિસ્તાન તરફથી આજે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેકટરમાં આજે સવારે યુદ્ઘવિરામનો ભંગ કરતા ખુબ ફાયરિંગ કરાયું. પકિસ્તાની સેનાએ વિસ્તારમાં મોર્ટાર છોડ્યાં. પાકિસ્તાની સેનાએ આ ફાયરિંગ સવારે ૬.૩૦ વાગે શરૂ કર્યું. ભારતીય સેના પાકિસ્તાનની આ નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપી રહી છે. પરંતુ આ ફાયરિંગમાં ભારતીય સેનાના લાન્સનાયક સંદીપ થાપા શહીદ થયા છે.ઙ્ગ

ગુરુવારે પણ પાકિસ્તાને કાશ્મીરના ઉરી, રાજૌરી, અને કેજી સેકટરમાં સીઝફાયરનો ભંગ કર્યો હતો અને હેવી ફાયરિંગ કર્યું હતું. પરંતુ તેને ત્યાં પણ હારનો સામનો કરવો ડ્યો અને ભારતની જવાબી કાર્યવાહીમાં તેના ૪ સૈનિકો માર્યા ગયાં. ભારતે પાકિસ્તાનના બંકરો સુદ્ઘા તબાહ કરી નાખ્યાં. કહેવાય છે કે ફાયરિંગની આડમાં પાકિસ્તાન ભારતમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહ્યું છે.ઙ્ગ

અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાંથી મોદી સરકારે કલમ ૩૭૦ અને ૩૫એ હટાવ્યા બાદ પાકિસ્તાન અકળાયું છે. પાકિસ્તાને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ આ મામલાને ઉઠાવ્યો પરંતુ ચીનને બાદ કરતા તમામ દેશોએ ભારત સરકારના આ નિર્ણયનું સમર્થન કર્યું છે.

(3:39 pm IST)