Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

અરૂણ જેટલીની સ્થિતિ અત્યંત નાજુક : ૧૨ કલાકમાં એઈમ્સમાં અમિતભાઈ રૂબરૂ ગયા

નવી દિલ્હી : પુર્વ નાણા મંત્રી અરુણ જેટલીને એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યાં છે. તેમની સ્થિતિ અત્યંત નાજુક ગણાવવામાં આવી રહી છે. હાલ તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટ્મ પર છે. આ સ્થિતિમાં કેન્દ્રીય ગૃહમંત્રી ૧૨ કલાકની અંદર બીજીવાર મળવા જઈ શકે છે. જયારે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ આજે સવારે જેટલીની સ્થિતિ જાણવા એમ્સ પહોચ્યા હતાં.

જેટલીને એઈમ્સનાં સીએન ન્યુરો કાર્ડિયેક સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાં હતા ગત રાત્રે જ જેટલીની પરિસ્થિતિ જાણવા માટે પ્રધાનમંત્રી મોદી એઈમ્સ પહોંચ્યાં હતા. સાથે અમિત શાહ, હર્ષવર્ધન અને ઓમ બિરલા પણ હાજર રહ્યાં હતાં.

૧૦ ઓગષ્ટ બાદ જેટલીના સ્વાસ્થ્યને લઈને કોઈ જ મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેટલીના ફેફસામાં પાણી ભરાઈ જાય છે અને હાલ તેમની સ્થિતિ અત્યંત નાજુક છે. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ૯ ઓગસ્ટથી જેટલી બિમાર છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીની ૯ ઓગસ્ટે તબિયત ખરાબ થતા તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ જેટલીને મળવા એઈમ્સ ખાતે પહોંચ્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ એઈમ્સના ડોકટરસ પાસેથી જેટલીની તબિયત વિશે પૂછપરછ કરી હતી. ત્યારે જેટલી ડોકટરની સારવાળ હેઠળ દાખલ હતા. ડોકટરો સતત તેમનું નિરીક્ષણ કરી રહ્યાં હતાં.

અરુણ જેટલીની સારવાર કરી રહેલા તબીબોએ ઉપરાષ્ટ્રપતિને કહ્યું હતું કે, આ સારવારથી તેઓની હાલતમાં હાલ સુધારો જોવા મળ્યો છે. ઉપરાષ્ટ્રપતિએ એઇમ્સમાં હાજર અરૂણ જેટલીના પરિવાર સાથે પણ જે તે સમયે મુલાકાત કરી હતી. પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીને ગભરામણ અને નબળાઇની અસર થતા ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. એઈમ્સના વરિષ્ઠ તબીબોએ તેમની તપાસ કરી હતી.

જયારે આ પહેલા એઇમ્સમાં અરુણ જેટલીને દાખલ કરવામાં આવ્યાં હતાં ત્યારે રાજકીય કોરિડોરમાં આવ્યા પછી હલચલ મચી ગઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને ભાજપના અન્ય મોટા નેતાઓ ત્યારે પણ જેટલીની તબિયત લથડતા હોસ્પિટલમાં પહોચ્યા હતા.

(1:21 pm IST)