Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

કમાણી પરનો બેવડો ટેક્ષ સમાપ્ત થઇ શકે છે

પ્રત્યક્ષ કર સંહિતા અંગેનો રિપોર્ટ સરકારને સોમવારે સોંપાશે : સંહિતા આયકર કાનુનની જગ્યા લેશેઃ કરદાતા ફ્રેન્ડલી બનશે સંહિતાઃ સંહિતા થકી કરચોરી અટકશે એટલુ જ નહિ વધુ લોકો આયકર ના દાયરામાં આવશે

નવી દિલ્હી તારીખ ૧૭:  આવકવેરામાં સુધારા સાથે સંકળાયેલ પ્રત્યક્ષ સંહિતા નો રિપોર્ટ ૧૯ ઓગસ્ટે સરકારને સોપાશે. તેમાં આવક પર બે વાર ટેકસનો ભાગ સમાપ્ત કરવા જેવી મહત્વપૂર્ણ ભલામણો થઇ  શકે છ.ે સરકાર આના પહેલા જીએસટી લાવીને અપ્રત્યક્ષ કરો માં સુધારાઓ પહેલાં જ લાગુ કરી ચૂકી છે .

એવું માનવામાં આવે છે કે આ સહિતા જ આવકવેરા કાયદા ની જગ્યા લેશે. તેમાં પાંચ થી ૨૦ ટકાનો આવકવેરાના સ્લેબમાં આવતા જ લોકોને રાહત આપી શકાય છે . સુત્રોએ જણાવ્યું કે નવી વ્યવસ્થામાં એવી જોગવાઇઓ કરવામાં આવશે જેનાથી ટેકસ કાયદો વધારે સરળ અને પ્રભાવી બનાવી શકાય. વ્યકિતગત અને ધંધાદારી એમ બંને તરફ ટેકસ આપનાર લોકોને મુશ્કેલી નો સામનો ન કરવો પડે તેવી સરકારની કોશિશ સેન્ટર ડાયરેકટ બોર્ડના સભ્ય અખિલેશ રંજનની અધ્યક્ષતામાં સમિતિએ રિપોર્ટ તૈયાર કર્યો છે . સંહિતામાં આવકવેરામાં મળતી છુટ  એ પણ તર્કસંગત બનાવી શકાય છે અત્યારે પ્રોત્સાહન રૂપે છપાતી છૂટનો આ આંકડો જીડીપીના પાંચ થી છ ટકા જેટલો છે એટલે મોટી કંપનીઓ અથવા સેઝમાંં કામ કરતી કંપનીઓને પ્રોત્સાહન બંધ કરવું શકય છે

નિષ્ણાતોનું કહેવું છે કે સમિતિ આવક અથવા રોકાણ પર લાગતા સિકયુરિટી ટ્રાન્ઝેકશન ટેકસ જેવા દ્યણા કરો ને બંધ કરવાની ભલામણ કરી શકે છે કેમ કે કોઈ વ્યકિતની આવક પર બે વાર ટેકસ ન લગાવી શકાય એટલે કરો નું એક એકીકરણ માટે આવી ભેટ નો પ્રસ્તાવ સત્ય છે સંહિતા હેઠળ કર ચોરી રોકવાની સાથે આવકવેરાનો વ્યાપ વધારવા અંગેના મહત્વપૂર્ણ સૂચનો પણ સામે આવી શકે છે ભારતની ૧૩૦ કરોડની વસ્તીમાં ૭.૪ કરોડ લોકો જ આવકવેરાના વ્યાપમાં આવે છે તેમાંથી પણ મોટી સંખ્યા કોઈ કર નથી આપતી. કર નો વ્યાપ વધારવા માટે ખેડૂત ધાર્મિક અને ચેરીટેબલ ટ્રસ્ટ ને મળતી કર છુટ પર પુનઃ વિચાર થઇ શકે છે . વારસા અથવા સંપત્ત્િ। કર ની જાહેરાત પણ શકય છે.

(11:51 am IST)