Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

ચીનની નિતીઓથી એશિયાને બદલતું રોકવા ભારત- અમેરિકાએ ગાઢ મિત્રતા કરવી પડશે

અમેરિકાના નાયબ વિદેશ મંત્રી જૉન સુલિવાન ભારતની મુલાકાતે પહોંચ્યા

 અમેરિકાના નાયબ વિદેશ મંત્રી જૉન સુલિવાન ભારતની મુલાકાતે પહોંચ્યા છે. અમેરિકાના નાયબ વિદેશમંત્રીએ ભારતની મુલાકાત બાદ જણાવ્યું હતું કે ચીનની નીતિઓથી એશિયાને બદલતું રોકવા માટે ભારત અને અમેરિકાએ ગાઢ મિત્રતા કરવી પડશે

  અત્રે  ઉલ્લેખનીય છે કે ગઇકાલે કલમ 370 હટાવ્યા બાદ યુએનએસસીમાં બંધ બારણે યોજાયેલી બેઠક બાદ અમેરિકાના નાયબ વિદેશ મંત્રીએ આ નિવેદન આપ્યું છે. જો કે યુએનએસસીમાં યોજાયેલ બેઠકમાં અમેરિકા, રશિયા સહિત બ્રિટેને ભારતને સમર્થન આપ્યું હતું. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના નાયબ વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી બંને દેશો વચ્ચેની રણનીતિ સંબંધો પર ચર્ચા કરી. ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના નાયબ વિદેશ મંત્રી જૉન સુલિવાને નવી દિલ્હી ખાતે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી.

  ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ટવિટ કરી જણાવ્યું કે અમેરિકાના નાયબ વિદેશ મંત્રી જૉન સુલિવાન સાથે મુલાકાત કરી આનંદ થયો. જયશંકરે જણાવ્યું કે બંને દેશ વચ્ચે વ્યૂહાત્મક સંબંધનો લઇને ચર્ચા કરવામાં આવી. વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાથી આવેલા પ્રતિનિધિમંડળ સાથે પણ મુલાકાત કરી.

(11:49 am IST)