Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

કર્ણાટકઃ કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર ધારાસભ્યએ ૧૧ કરોડ રૂપિયાની કાર ખરીદી

કર્ણાટકમાં કોંગ્રેસની બગાવત બાદ અયોગ્ય ઠરેલા ૧૪ ધારાસભ્યોમાંથી એક નાગરાજ ફરી ચર્ચામાં છે. તેઓ આ વખતે મોંઘીદાટ કાર ખરીદવાને લઈને ચર્ચામાં છે. નાગરાજે રોલ્સ રોયસ ફેન્ટમ-૮ નામની ૧૧ કરોડની કિંમતની કાર ખરીદી છે. ટેક્ષ વગેરે ચુકવ્યા બાદ આ કારની કિંમત હજુ વધી શકે છે. તેઓએ પોતાની સંપત્તિ ૧૦૦૦ કરોડ રૂપિયાની જાહેર કરી હતી. તેઓ તસ્વીરમાં પોતાની મોંઘીદાટ કાર સાથે નજરે પડે છે.

(11:32 am IST)