Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

જમ્મુમાં ૧૨ દિવસ બાદ ફોન-ઇન્ટરનેટ સેવા શરૂ

શાળા-કોલેજો સોમવારથી શરૃઃ સુરક્ષાને કારણોસર કરાઇ હતી બંધ

શ્રીનગર, તા.૧૭: જમ્મુ અને કાશ્મીરમાં આજથી એટલે કે શનિવારથી ફોન સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ 2જીની સ્પીડ સાથે ઈન્ટરનેટ સેવા પણ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આર્ટિકલ ૩૭૦ અને ૩૫એ હટાવ્યા બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૫ ઓગસ્ટથી આ સેવાઓ બંધ રાખવામાં આવી છે. આજથી તેમાં રાહત આપવામાં આવી છે.

જમ્મુ સિવાય સંબા, કઢુઆ, ઉધમપુરમાં પણ 2જીની સ્પીડ સાથે ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતિ અનુસાર સોમવારથી એટલે કે ૧૯ ઓગસ્ટથી તમામ શાળાઓ અને કોલેજો પણ શરૂ કરવામાં આવશે.ઙ્ગ

જમ્મુ કાશ્મીરને વિશેષાધિકાર અપાવનારી કલમ ૩૭૦ હટાવ્યા બાદ ઘાટીમાં કલમ ૧૪૪ લાગૂ કરી દેવામાં આવી હતી. તેના કારણે ૧૨ દિવસથી તમામ સંદેશા વ્યવહારની સેવાઓ અને શાળા કોલેજો પણ બંધ રાખવામાં આવ્યા હતા. હવે સ્થિતિ થોડી સુધરી હોવાના કારણે આજથી આ સેવાઓ શરૂ કરવામાં આવી છે. ઘાટીના મોટાભાગના વિસ્તારોમાં લોકોની આવનજાવનમાં છૂટ આપવામાં આવી છે. સુરક્ષા જવાનો પહેલાંની જેમ ખડેપગે કામ કરશે અને સ્થિતિની માહિતિ મેળવશે.

(10:03 am IST)