Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

UNSC મીટિંગ ખતમ : ભારતે પાક,ને ખખડાવી નાખ્યું ; કહ્યું ,,પહેલા આતંકવાદ ખતમ કરે;સલાહની જરૂર નથી

કાશ્મીર અને આર્ટીકલ 370 હટાવવાનો મામલો ભારતનો અંગત મુદ્દો

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને લઈ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચાલી રહેલી બેઠક ખતમ થઈ ગઈ છે. બેઠકમાં સદસ્ય દેશોએ બંને રાષ્ટ્રોને શાંતી બનાવી રાખવા કહ્યું છે અને આ પ્રકારના કોઈ પણ એક્શનથી બચવા માટે કહ્યું છે.

   બેઠક બાદ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત અકબરૂદ્દીને પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા તેમણે કહ્યું કે, કાશ્મીર અને આર્ટીકલ 370 હટાવવાનો મામલો ભારતનો અંગત મુદ્દો છે. માત્ર ભારત જ નક્કી કરી શકે છે કે, તે અંગત મુદ્દાને હલ કરે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી કાશ્મીરમાં તણાવનો પ્રશ્ન છે ભારતે તેની પર સારી રીતે કામ કર્યું છે, અને સોમવારથી રાજ્યમાં તમામ સ્કૂલ-કોલેજો ખુલી જશે.
   અકબરૂદ્દીને કહ્યું કે, કેટલાક લોકો કાશ્મીરમાં અશાંતી અને અસ્થિરતા ફેલાવવા માંગે છે પરંતુ, ભારત શાંતી અને પ્રગતિના રસ્તા પર જમ્મુ-કાશ્મીરને આગળ લઈ જશે. તેમણે કહ્યું કે, કેટલાક લોકો જેહાદના નામે કાશ્મીરમાં આતંકવાદ અને હિંસા ફેલાવવા માંગે છે. પરંતુ, અમે તેવુ થવા નહીં દઈએ. કાશ્મીર દ્વીપક્ષિય મુદ્દો છે અને અમે પાકિસ્તાન સાથે શાંતી પૂર્ણ વાર્તા માટે હંમેશા તૈયાર રહ્યા છીએ, જોકે, આતંકવાદ તેમાં હંમેશા અડચણ ઉભુ કરે છે

   અકબરૂદ્દીને સ્પષ્ટ કહ્યું કે, જ્યાં સુધી આતંકવાદ પર લગામ નહીં લાગે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની શાંતી વાર્તા કે વાતચીત નહી થઈ શકે. તેમણે કહ્યું કે, અમે હજુ શિમલા કરાર પર કાયમ છીએ પરંતુ પાકિસ્તાને પહેલા ભારત વિરુદ્ધ આતંકવાદને સપોર્ટ કરવાની નીતિને બદલવી પડશે. પ્રશ્નોના જવાબ આપતા અકબરૂદ્દીને કહ્યું કે, અમને ખબર છે કે, અમારે અમારો દેશ કેવી રીતે ચલાવવો છે. અમને કોઈ અન્યની સલાહની જરૂરત નથી .

(12:00 am IST)