Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

યૌન ઉત્પીડનના આરોપી મેજર જનરલ સસ્પેન્ડ : પેન્શન પણ નહિ મળે

 

પૂર્વોત્તરના આસામ રાઈફલ્સમાં સેનાના એક મેજર જનરલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તેમનું પેન્શન પણ રોકી દેવામાં આવ્યું છે. સેનાના અધિકારી પર યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો છે.

સેનાના અધિકારીઓએ ન્યૂજ એજન્સી ANIને જણાવ્યું કે સેના પ્રમુખ બિપિન રાવતે અધિકારીને આપેલ સજાની પુષ્ટી કરી છે. ચીફ ઑફ આર્મી સ્ટાફના નિર્ણયને અંબાલામાં 2 કૉર્પ્સ કમાંડર લેફ્ટિનેન્ટ જનરલ એમજએસ કહલો દ્વારા મેજર જનરલને સૂચિત કરવામાં આવ્યા છે.

મામલે વર્ષ 2015નો નાગાલેન્ડનો છે, જ્યાં સેનાની પશ્ચિમી કમાન અંતર્ગત મેજર જનરલ ચંડી મંદિર સાથે જોડાયેલ હતા. એક યુવા કેપ્ટને મેજર નજરલ પર મોડી રાત્રે બોલાવી પોતાના પર દુર્વ્યવહાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. આરોપ લાગ્યા બાદ મેજર જનરલનો રેંક અને પેન્શન છીનવી લેવામાં આવ્યા છે. સેના પ્રમુખ બિપિન રાવતે આરએસ જસવાલ વિરુદ્ધ કોર્ટ માર્શનલની કાર્યવાહીની પુષ્ટી પણ કરી હતી. જો કે આરોપી અધિકારીએ કેપ્ટન રેન્કની અધિકારી દ્વારા લગાવવામાં આવેલ આરોપોને ફગાવી દીધા.હતા 

(12:18 am IST)