Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

૨૧ પબ્લિક સેક્ટર બેંકનું કુલ નુકસાન વધી ૧૬૬૦૦ કરોડ

નુકસાનનો આંકડો છેલ્લા વર્ષથી ૫૦ ગણો વધારે : લોન ડિફોલ્ટ મામલામાં વધારો થતાં હાલત કફોડી થઇ

મુંબઈ, તા. ૧૭ :  લોનની રકમ પરત નહીં કરવાના પરિણામ સ્વરૂપે અનેક બેંકો મુશ્કેલીનો સામનો કરી રહી છે. બેંકોની પ્રવિઝિંગમાં સતત વધારો થઇ રહ્યો છે જેના પરિણામ સ્વરૂપે જૂન ત્રિમાસિક ગાળામાં સરકારી બેંકોના નુકસાનનો આંકડો ૫૦ ગણો વધી ગયો છે. આ ગાળા દરમિયાન ફસાયેલી લોનને પરત મેળવવામાં બેંકોને સફળતા મળી રહી નથી. સરકારી બેંકોમાં નુકસાન જૂન ત્રિમાસિક ગાળામાં છેલ્લા ૫૦ વર્ષથી ૫૦ ગણો વધારે છે. કારણ કે, લોન ડિફોલ્ટના મોટા મામલા સપાટી ઉપર આવી ચુક્યા છે. વર્તમાન નાણાંકીય વર્ષમાં પ્રથમ ત્રિમાસિકગાળામાં ૨૧ પબ્લિક સેક્ટર બેંકોમાં કુલ નુકસાન વધીને ૧૬૬૦૦ કરોડ સુધી થઇ ગયું છે જે વર્ષ પહેલા ૩૦૭ કરોડ રૂપિયા હતું. રેગ્યુલેટરી ફાઈલિંગના ડેટામાંથી આ અંગેની માહિતી સપાટી ઉપર આવી છે. જૂન ત્રિમાસિકગાળામાં માત્ર ૭ બેંકોને લાભ થયો છે. જ્યારે વર્ષ પહેલા આવી બેંકોની સંખ્યા ૧૨ રહી હતી. બોન્ડ પ્રાઇઝમાં ઉથલપાથલના પરિણામ સ્વરૂપે ટ્રેડિંગ લોસથી બેંકોની તકલીફમાં વધારો થઇ રહ્યો છે પરંતુ આર્થિક ગતિવિધિ વધવાના પરિણાસ સ્વરૂપે આંશિક સુધારો થયો છે.

 

(7:21 pm IST)