Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

દિવંગત નેતા અટલ બિહારી વાજપેયીની અંતિમવિધીમાં અસંખ્ય લોકો જોડાયાઃ સ્‍મૃતિ સ્થળ ખાતે દોઢ અેકર જમીનમાં જ અંતિમવિધી

નવી દિલ્હી: સ્વ. વાજપેયીનો પાર્થિવ દેહ પોતાના આખરી મુકામ એટલે કે સ્મૃતિ સ્થળ પહોંચી ગયો હતો. જ્યાં અંતિમવિધી કરવામાં આવી હતી અને ભારતીય રાજનીતિમાં સુવર્ણ અક્ષરે પોતાનું નામ લખી જનારા નેતા પંચ મહાભૂતોમાં વિલિન થઈ ગયો હતો.

પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રા આજે ભાજપના મુખ્યાલયથી સ્મૃતિ સ્થળ જવા રવાના થઈ હતી. દિગવંત નેતાની અંતિમ યાત્રામાં પીએમ મોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ સહિત મોટી સંખ્યામાં મંત્રીઓ, કાર્યકર્તાઓ અને સામાન્ય લોકો પણ જોડાયા હતા. અટલજીની સ્મૃતિ સ્થળ પર દોઢ એકર જમીનમાં જ અંતિમવિધિ થઇ હતી અને અહીં જ તેમની સમાધિ બનાવવામાં આવશે.

વાજપેયીની અંતિમ યાત્રામાં ગુજરાતના સીએમ વિજય રુપાણી, મહારાષ્ટ્રના સીએમ ફડણવીસ સહિત અનેક રાજ્યોના સીએમ પણ જોડાયા છે. સ્મૃતિ સ્થળ પર પણ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા છે. લોકલાડીલા નેતાની અંતિમ યાત્રા જ્યાંથી પસાર થતી હતી ત્યાં મોટી સંખ્યામાં રસ્તાની આસપાસ પણ લોકો તેમને નમન કરતા જોવા મળ્યા હતા.

વાજપેયીના અંતિમ દર્શન કરવા માટે પણ મોટી સંખ્યામાં લોકો તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. વાજપેયીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હોવાથી દિલ્હીના અનેક રસ્તાઓ પણ આજે બંધ કરી દેવામાં આવ્યા છે. પૂર્વ પીએમના અવસાનના શોકમાં અનેક રાજ્યોમાં આજે રજા પણ જાહેર કરાઈ છે.

(5:06 pm IST)