Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ઓડિશાના પોસ્ટમેને દસ વર્ષથી

ઘરમાં સંઘરી રાખેલા ૬૦૦૦ થી વઘુ પત્રો

ભુવનેશ્વર તા ૧૭ : ઓડિશાના ઓધંગા ગામમાં કેટલાક વિદ્યાર્થીઓને પોસ્ટ-ઓફિસની જર્જરિત ઇમારત પાસે પત્રોથી ભરેલી એક જુની બેગ મળી હતી. આ પોસ્ટ-ઓફિસ નવા મકાનમાં શિફટ થઇ ગઇ હતી એટલેે આટલા બધા પત્રો ભરેલી બેગ વિશે તેમણે પોતાના પેરેન્ટ્સને જણાવ્યું. ગામની પોસ્ટ ઓફિસમાં જગન્નાથ પુશાન નામનો એક જ પોસ્ટમેન હતો. તે ખુબ આળસુ હતો એટલે સ્પીડ-પોસ્ટ કે રજિસ્ટર્ડ પોસ્ટ આવતી એ જ લોકોને ડિલીવર કરતો. તેને ખબર હતી કે કઇ પોસ્ટ નહીં પહોંચે તો એનો જવાબ તેણે આપવો પડશે.સાદી પોસ્ટ દ્વારા આવતી પોસ્ટ તે ભાગ્યે જ લોકોનાઘરે ડિલિવર કરતો, હવે જયારે આખો મામલો બહાર આવ્યો છે ત્યારે નવાઇ એ વાતની છે કે જો ગામમાં ૬૦૦૦ પોસ્ટ અનડિલિવર્ડ રહી હતી એમ છતાં કેમ કોઇએ પોતાને પોસ્ટ નથી મળતી એવી ફરિયાદ નહોતી કરી ? આ પોસ્ટ એટલી જૂની છે કે એમાંથી માત્ર ૧૫૦૦ જ સાશી કન્ડિશનમાં છે, બાકીની પોસ્ટ પર ઉધઇ લાગી ગઇ છે, હવે જે સારી સ્થિતીમાં છે એ પતરો લોકોને ડિલિવર કરવામાં આવશે. જગ્ન્નાથને પાણીંચું પકડાવી દેવામાં આવ્યું છે.

(1:06 pm IST)