Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

અમેરિકામાં ડલાસમાં સ્વામિનારાયણ સંતોએ પ્રગટાવી મહાવિષ્ણુ યજ્ઞની પાવક જવાળા

ખૂલ્લામાં અગ્નિ પ્રગટાવવા સરકારની ખાસ મંજૂરી : અમેરિકામાં પ્રથમ વખત ૨૫ કુંડી યજ્ઞ

અમેરીકાના ટેકસાસ  રાજ્યના ડલાસ શહેરમાં રાજકોટ સ્વામિનારાયણ ગુરૃકુળના સંતોએ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની  હાજરીમાં ૨૫ કુંડી શ્રીધર શ્રી મહાવિષ્ણુ યજ્ઞનો પ્રારંભ કરાવેલ તે પ્રસંગની તસ્વીર.

રાજકોટ તા. ૧૭ : શ્રી સ્વમીનારાયણ ગુરૃકુલ પાસે યુ.એસ.એ ડલાસના  ઉદઘાટન તથા ભગવાન શ્રી સ્વાઁમીનારાયણ શ્રી રાધાકૃષ્ણ સીતારામજી, શ્રી તિરૃપતિ બાલાજી  , શ્રી શિવપાર્વતીજી શ્રી વિઘ્નવિનાયક દેવ તેમજ શ્રી કષ્ટભંજન દેવની પ્રતિષ્ઠા નિમિત્તે આજે ડલાસ ગુરૃકુલમાં શ્રી મહાવિષ્ણુયાગનો પ્રારંભ કરવામાં આવેલ છે.

શ્રી પ્રભુ સ્વામીના કહ્યા અનુસાર અહીંના યુવાનો તથા ગુરૃકુલ રાજકોટ-જુનાગઢ  - સુરત - હૈદરાબાદના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા હરિભકતો સાંજે જોબ ઉપરથી આવી સંતો સાથે યજ્ઞશાળાનું નિર્માણ કરવા લાગ્યા. શાસ્ત્રમાં બતાવેલ વિવિધ યજ્ઞકુંડોમાંથી શ્રીધર કુંડ યજ્ઞ તૈયાર કરાયેલ. વરસાદી વાતાવરણ વચ્ચે  ૨૫ કુંડી શ્રી મહાવિષ્ણુ યાગાર્થે નિર્માણ પામેલ યજ્ઞ શાળામાં રાજકોટ ગુરૃકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી  કિશોર મહારાજે  યજમાનોને  સવારે  દરમિયાન દેહશુધ્ધિ વિધી કરાવેલ હતી.

યજ્ઞના પ્રારંભમાં સદગુરૃ શ્રી ગોપાલાનંદ સ્વામીએ  સ્વામિનારાયણ સંપ્ર્દાયમાં  પ્રર્વતાયેલ મહાપૂજા કરાવેલ. જેમા ગણપતિ પૂજન, લક્ષ્મીજી પૂજન વાદ  ભગવાનનુ પૂજન કરવામાં આવ્યુ. તા. ૧૬ ઓગષ્ટે સવારે ગુરૃવર્ષ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ શ્રીધર યજ્ઞકુંડનું પૂજન કરી અગ્નિનારાયણનું યજ્ઞકુંડોમાં પ્રસ્થાપન કર્યુ.

સવારના ૮-૦૦ થી ૧૧-૦૦ સુધી ચાર દિવસ ચાલનારા મહીમાં નિત્ય જુદા જુદા  યજમાનો બેસી શ્રી મહાવિષ્ણુયાગનો લાભ લેશે.

ડલાસ તેમજ અમેરીકામાં આવેલ પાંચ ગુરૃકુલોનું  સંચાલન શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદથી ને શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર કહી રહેલા સંતોમાં શ્રી શાંતિ પ્રિયદાસજી  સ્વામીએ  કહ્યુ હતુ કે ચાર દિવસ સુધી  દરરોજ ૧૫૧ ભકતો યજ્ઞ સામગ્રી જવ,તલ, કમળ, કાકડી, વગેરે ભારતથી લાવવામાં આવેલ.

વિશેષમાં કહેલ કે અમેરીકાની ધરતી પર શ્રીધર કુંડી  ૨૫ જેટલા કુંડોના મોટો શ્રી મહાવિષ્ણુયાગ કદાચ આ પ્રથમ વખત  જ યોજાઇ રહ્યો એમ હોય શકે . આ દેશમાં આ રીતે ખુલ્લામાં ફાયર - અગ્નિ  પ્રગટાવવા માટે ઘણી મંજુરી  લેવી પડતી હોય છે.  જે સહેલાઇથી  મળતી નથી હતો. સંપુર્ણ  સેફટી સાથે મળેલ મંજુરીથી  પ્રારંભાયેલ યજ્ઞથી સૌ ભકતોએ ધન્યતા સાથે ભાગ્યવાન માની લાભ લઇ રહ્યા છે. આ યજ્ઞના દર્શનનો લાભ લઇ રહ્યા છે. આ યજ્ઞના દર્શનનો લાભ સવારે ૮ થી ૧૧ દરમ્યાન લેવા ભાવિકોને યાદી ગુરૃકુલ દ્વારા  અપાઇ રહ્યા છે. યજ્ઞ સ્થળ : ૬૨૧ પાર્ક, વિસ્ટા રોડ પ્લાનો ડલાસ ટેકસાસ -૭૫૦૯૪, ફોનં. ૨૧૪-૩૧૭-૫૧૮૨ શ્રી સોહિલ વીરાણી.

(1:06 pm IST)