Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

''હું મોતથી ડરતો નથી ''સતાના લોભનો વિપક્ષના આરોપનો અટલજીએ અદભુત જવાબ આપી સૌને હચમચાવી નાખ્યા

તેમના આ ભાષણ બાદ વિપક્ષે ક્યારેક તેમના પર આવો આરોપ નથી લગાવ્યો

નવી દિલ્હી :પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ દેશની રાજનીતિ ગરિમા આપી હતી ત્રણ વખત દેશના વડાપ્રધાન પદને શોભાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. વક્તવ્યની આગવી છટા માટે જાણીતા અટલ બિહારી વાજપેયીના અનેક એવા ભાષણો છે જેની આજે પણ ચર્ચા થાય છે. પરંતુ તેમનું એક ભાષણ એવું પણ છે જેમણે બધાને હચમચાવી નાખ્યા હતા. આ ભાષણમાં તેમણે કહ્યું હતું કે, "હું મોતથી નથી ડરતો, ડરું છું તો ફક્ત બદનામ થવાથી." તેમનું આ ભાષણ સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થયું છે.

    અટલ બિહારી વાજપેયી પર વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે તેમને સત્તાનો લોભ છે. જે બાદમાં તેમણે લોકસભામાં ખુલ્લીને વાત કરી હતી અને તમામ લોકોને હચમચાવી નાખ્યા હતા. તેમણે વિપક્ષને જવાબ આપતાની સાથે સાથે ભગવાન રામના એ શ્લોકનું પઠન કરતા કહ્યું હતું કે- 'ભગવાન રામે કહ્યું હતું કે હું મોતથી નથી ડરતો. ડરું છું તો ફક્ત બદનામીથી જ.' તેમના આ ભાષણ બાદ વિપક્ષે ક્યારેક તેમના પર આવો આરોપ નથી લગાવ્યો. વાજપેયીએ આ ભાષણ 28મી મે, 1996ના રોજ અવિશ્વાસ પ્રસ્તાવ વખતે આપ્યું હતું.

    અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન તરીકે અટલ બિહારી વાજપેયીએ ત્રણ વખત દેશનું નેતૃત્વ કર્યું હતું. તેઓ પ્રથમ વખત વર્ષ 1996માં 16મેથી પ્રથમ જૂન સુધી, બીજી વખત 19 માર્ચ 1998થી 26મી એપ્રિલ 1999 સુધી અને ત્રીજી વખત 13મી ઓક્ટોબર 1999થી 22મી મે 2004 સુધી દેશના વડાપ્રધાન પદે રહ્યા હતા.

 અટલ બિહારી હિન્દીના કવિ, પત્રકાર અને પ્રખર વક્તા છે. ભારતીય જનસંઘની સ્થાપનામાં પણ તેમણે મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેઓ વર્ષ 1968થી 1973 સુધી જનસંઘના અધ્યક્ષ પણ રહ્યા હતા. 

    આજીવન રાજનીતિમાં સક્રિય રહેલા અટલ બિહારી વાજપેયી લાંબા સમય સુધી રાષ્ટ્રધર્મ, પાંચજન્ય, વીર અર્જુન વગેરે ન્યૂઝપેપર-મેગેઝિનના સંપાદક પણ હતા. વાજપેયી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સમર્પિત પ્રચારક રહ્યા છે. આ જ નિષ્ઠાને કારણે તેમણે આજીવન અપરિણીત રહેવાનો સંકલ્પ લીધો હતો.

 

(12:15 pm IST)