Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

કેટલી સંપત્તિ છોડી ગયા અટલ બિહારી વાજપેયી : હવે કોને મળશે તેનો અધિકાર?

પરિવારમાં ચાર ભાઇઓ અને ત્રણ બહેનો

નવી દિલ્હી તા. ૧૭ : પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીનું નિધન થઈ ગયું. તેમણે એઈમ્સમાં ગુરૂવારે સાંજે ૫ વાગ્યે અંતિમ શ્વાસ લીધા. ૯૩ વર્ષના વાજપેયી લાંબા સમયથી બીમાર હતા અને ૨૦૦૯થી વ્હીલચેર પર હતા. તેમને પિતા પંડિત કૃષ્ણબિહારી વાજપેયી ટીચર હતા અને માતા કૃષ્ણા દેવી હાઉસવાઈફ હતા.

અટલજીના પરિવારમાં તેમના માતા-પિતા ઉપરાંત ત્રણ મોટા ભાઈ અવધબિહારી, સદાબિહારી અને પ્રેમબિહારી અને ત્રણ બહેનો હતો. તેમની શરૂઆતની શિક્ષા સરસ્વતી શિક્ષા મંદિર, બાડામાં થઈ. આ ઉપરાંત અટલજીના ગ્વાલિયરમાં ઘણા સંબંધીઓ છે. તેમાં ભત્રીજા કાંતિ મિશ્રા અને ભાણેજ કરુણા શુકલા છે. તો ગ્વાલિયરમાં અટલજીના ભત્રીજા દીપક વાજપેયી અને ભાણેજ સાંસદ અનૂપ મિશ્રા છે.

જોકે અટલ બિહારી વાજપેયી આજીવન અપરિણીત રહ્યા. પરંતુ ૧૯૯૮માં જયારે તે ૭ રેડકોર્સ રોડમાં રહેવા પહોંચ્યા તો તેમની મિત્ર રાજકુમારી કૌલની દીકરી અને તેમની દત્તક પુત્રી નમિતા અને તેમના પતિ રંજન ભટ્ટાચાર્યનો પરિવાર પણ સાથે રહેવા આવ્યો. કાજકુમારી કૌલ વિશે કહેવાય છે કે જયારે અટલ પ્રધાનમંત્રી હતા ત્યારે કૌલ વાજપેયીના ઘરના સદસ્ય હતા. તેમના નિધન બાદ વાજપેયીના આવાસથી જે પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી, તેમાં તેમને વાજપેયીના ઘરના સદસ્ય સંબોધિત કરવામાં આવ્યા.

વર્ષ ૨૦૦૪માં લોકસભા ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયી તરફથી જમા કરાયેલા શપથ પત્ર અનુસાર અટલજીના નામે કુલ ચલ-અચલ સંપત્તિ ૫૮,૯૯,૨૩૨ રૂપિયા છે. જેમાંથી કુલ ચલ સંપત્ત્િ। ૩૦,૯૯,૨૩૨.૪૧ રૂપિયા હતી. તો પૂર્વ પ્રધાનમંત્રી હોવાના કારણે ૨૦,૦૦૦ રૂપિયા માસિક પેન્શન અને સચિવીય સહાયતા સાથે ૬૦૦૦ રૂપિયાનો કાર્યાલય ખર્ચ પણ મળતો હતો.

જો અટલજીની અચલ સંપત્ત્િ। વિશે વાત કરીએ તો ૨૦૦૪માં શપથ પત્ર અનુસાર તેમના નામે દિલ્હીના ઈસ્ટ ઓફ કૈલાશમાં ફલેટ નં. ૫૦૯ છે. જેની ૨૦૦૪દ્ગક્ન સમયની કિંમત ૨૨ લાખ રૂપિયા હતી. તો અટલજીના પૈતૃક નિવાસ કમલ સિંહ બાગની ૨૦૦૪ના સમયમાં કિંમત ૬ લાખ રૂપિયા હતી. આવી રીતે ૨૦૦૪ના શપથ પત્ર અનુસાર અટલજીની કુલ અચલ સંપત્તિ ૨૮,૦૦,૦૦૦ રૂપિયા હતી. જોકે હજુ સુધી અટલજીની વસીયત સામે આવી નથી, પરંતુ વર્ષ ૨૦૦૫માં સંશોધિત હિન્દુ ઉત્તરાધિકારી એકટ અનુસાર આ સંપત્તિ તેમની દત્તક દીકરી નમિતા અને જમાઈ રંજન ભટ્ટાચાર્યના મળી શકે છે.(૨૧.૭)

(10:31 am IST)